Gujarat
હિન્દુ યુવા વાહિની નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, દ્વારા “સુપોષણ અભિયાન” કાર્યક્રમ
આણંદ તાલુકાના બાકરોલ ગામ સ્થિત પ્રજાપતી વાસ અને મલેક વાસ ની આંગણવાડી કોડ નંબર110 નાં નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ, આણંદ દ્વારા દત્તક લેવાયેલ કુપોષિત બાળકોને પ્રોટીન પાઉડર અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું સાથે તેમના માતા પિતાને કુપોષણ સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું.
આ સુંદર કાર્યક્રમ માં હિન્દુ યુવા વાહિની ગુજરાત નાં ઉપ પ્રમુખ નીતેશ ભાઈ મંહત વાલ, ડો. મમતા બેન લાભા ( ENT ) , તથા નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ,આણંદ સલાકાર સમિતિ નાં સભ્ય ઍવા મહિપત સિહ ઝાલા તથા આણંદ જિલ્લાના આયર્ન લેડી તરીકે જાણીતા એવા નવગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ, નાં પ્રમુખ અલ્પાબેન પટેલ, સંસ્થા નાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા તથા પ્રોટીન પાઉડર અને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.