Chhota Udepur
છોટાઉદેપુરના ૭ કેન્દ્રો પર તા.૧૦ જુનથી ૧૪ જુન સુધી પુરક પરીક્ષાઓ યોજાશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા એસએસસી/એચએસસીની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવા માટેની દરખાસ્તના આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પરીક્ષાના તમામ કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ છોટાઉદેપુર જીલ્લાની એસએફ હાઈસ્કુલ, ડોન બોસ્કો હાઈસ્કુલ, મણીબહેન કન્યા વિદ્યાલય, ઈકબાલ હાઈસ્કુલ, સ્ત્રી અધ્યાપન મંદિર, નારાયણ વિદ્યાલય, યુનાઇટેડ પબ્લિક સ્કુલ જેવા પરીક્ષા કેન્દ્રો પર ખંડની અંદર અને બહાર એસએસસી/એચએસસીની પુરક પરીક્ષા જુલાઈ-૨૦૨૩ તા.૧૦/૦૭/૨૩ થી ૧૪/૦૭/૨૦૨૩ સુધીની પરીક્ષા યોજાનારી હોઈ.
આ સમય અને સ્થળો પર ૧૦૦ મીટરની ત્રિજ્યામાં જાહેર કે ખાનગી સ્થળો પર સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન વગેરે લઈ જવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર તેમજ પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે અનાધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવા, કેન્દ્રની અંદર પ્રવેશ કરવા કે વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, સંચાલકો, સુરક્ષા કર્મચારીઓ વગેરેને આ હુકમ માંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરવા બદલ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી શકે છે.