Surat
સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના 3 લોકોની ધરપકડ

રાજ્યમાં દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃતિઓ વધી રહી છે, આવી સ્થિતિમાં પોલીસ પણ સક્રિય બની છે અને ગુનાખોરી રોકવા એક્શન મોડમાં આવી છે, સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગના 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસ પર આગચંપી, લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી જેવા 74 ગુનામાં આરોપીઓ ઝડપાયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ચોરી અને લૂંટ માટે તેઓ પહેલા વાહનની ચોરી કરે છે, પછી લૂંટ કે ઘરફોડ પછી વાહનને કોઈ નુકસાન વિના છોડી દે છે. આરોપીઓ હથિયારો સાથે ઝડપાઈ ગયા છે. 10 જેટલા બનાવો ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત