Surat

અલગ-અલગ રાજ્યોમાં ધાડ-ચોરીને અંજામ આપતી કુખ્યાત ગેંગના બે સભ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયાં

Published

on

(સુનિલ ગાંજાવાલા સુરત)

ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, નોઈડા, દિલ્હી અને હરિયાણામાં આંતરરાજ્ય ધાડ-ઘરફોડ ચોરી કરતી કુરખ્યાત ચડ્ડી બનીયાનધારી ગેંગના બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બંને આરોપીઓએ સુરત સહિત અડાજન તેમજ વડોદરા શહેરમાં કુલ 50થી પણ વધુ ઘરફોડ ચોરી અને વાહન ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે.શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી નાસી જનાર ચડ્ડી બનીયાન ગેંગના બે લોકોની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગના 24 વર્ષીય રાજ બાપુ સિંહ પવાર અને અન્ય આરોપી 24 વર્ષે અવિનાશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. બંને મધ્યપ્રદેશના રહેવાસી છે અને સુરત રેલવે સ્ટેશન ટિકિટ વિન્ડો નજીક ફૂટપાથ પર તેઓ રહી રહ્યા હતા એટલું જ નહીં તેમની પાસેથી એક સ્પ્લેન્ડર બાઈક તેમજ ઘરફોડ ચોરીના સાધનો પોલીસને મળી આવ્યા છે.આરોપી અવિનાશ પારઘીની પોલીસે પૂછપરછ કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તે છેલ્લા ઘણા સમયથી પોતે અને પોતાની ગેંગ સાથે ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક, નોઈડા, દિલ્હી અને હરિયાણા ખાતે ઘરફોડ ચોરી અને ધાડ લૂંટ વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા. ગુજરાતની વાત કરવામાં આવે તો તેઓએ સુરત શહેર અને તેના નજીકના વિસ્તારોમાં રેકી કરી રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.

Advertisement

આ લોકો રાત્રિના આશરે દોડથી બે વાગ્યાના સમયમાં કેમેરામાં તેમની ઓળખ ન થાય તે હેતુથી બધા પોતપોતાના કપડાં કાઢી નાખી ચડ્ડી બનીયાન પહેરી લેતા આને કપડા પોતાની પાસેના લુંગીમાં વીંટાળી લૂંગી કમરના ભાગે બાંધી લેતા હતા.એટલું જ નહીં આરોપીઓ ચંપલ બન્યાં પાછળ નાખી દેતા હતા. તેમજ હાઇડ્રોલિક ડ્રીલથી તાર કાપવાનું અને વાંદરી પાનું મોટા પેજિયા તેમજ હાથથી પહેરવાનું ડ્રીલ એટલું જ નહીં પાનું તાર કટિંગ કરવાની પકડ સાથે લોખંડની કાનસ બારીઓ મદદથી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. ઘરની અંદર જનાર ગેંગના સભ્યો ચોરી કરતા હતા. જ્યા રે અન્ય સભ્યો ઘરની બહાર આજુબાજુમાં ઊભા રહી વોચ રાખતા હતા સાથે બે માણસો પોતાની પાસે ગિલોલ રાખતા હતા. જેથી ક્યારેક કુતરાઓ ભસે તો ગિલોલ થી તેને પથ્થર મૂકી કુતરાઓને મારતા હતા.આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચે જે બે લોકોની ધરપકડ કરી છે તેઓએ સુરત શહેરના સરથાણા, ખટોદરા, ઉમરા, ઉત્રાણ વિગેરે વિસ્તારમાં ની ઘટનાને અંજામ આપી ચૂક્યા હતા સુરત શહેરમાં પાંચ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો છે માત્ર સુરત જ નહીં આ લોકો આણંદ સહિત અન્ય રાજ્યોમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આજ દિન સુધી તેઓએ કુલ 50 થી પણ વધુ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. 25 દિવસ પહેલા આજે તેઓએ શુભસ્યાના ખટોદરા વિસ્તારમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

Trending

Exit mobile version