Gujarat
સુરત જુનિયર ઈજનેર અને મેઇન્ટેનન્સ આસિસ્ટન્ટ 40 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો
રીપોટૅર -સુનિલ ગાંજાવાલા સુરત
સુરત મહાનગર પાલિકાના અઠવાઝોનના ઇલેક્ટ્રીકલ જુનિયર ઇજનેર પરેશભાઇ પટેલ તથા મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયા લાંચ લેતા ઝડપાયા છે. ACBએ છટકું ગોઠવી બંનેને 40 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરત મહાનગર પાલિકામાં સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ અને મેઈન્ટેનન્સના કોન્ટ્રકટરે કરેલા કામોનું 47.11 લાખનું બીલ બનાવવા અને તેનું ચુકવણૂં કરવા માટે મનપાના અઠવાઝોનના લાઇટ ખાતાનાં ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર 43 વર્ષીય પરેશકુમાર સુમનભાઇ પટેલ અને મેઇટેનન્સ આસીસ્ટટન્ટ 37 વર્ષીય ડેનિશ રાજેશકુમાર બારડોલીયાએ વીસ વીસ હજાર મળી કુલ 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
જો કે આ મામલે ACBમાં ફરિયાદ થતા ACBએ છટકું ગોઠવ્યું હતું. ACBની ટીમે છટકું ગોઠવી બંનેને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 265, અને 7નાં કંપાઉન્ડમાંથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.ACBના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્ટ્રીટ લાઇટો મરામત અને નિભાવનો કોન્ટ્રકટરનું 47.11 લાખનું બીલ પેન્ડીગ હતું. જે બીલ બનાવવાના અવેજ પેટે ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશભાઇ પટેલ તેમજ મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયાએ 1% લેખે 20-20 હજાર મળી કુલ 40 હજારની લાંચ માંગી હતી. બંનેને લાંચ લેતા ઝડપી પાડી તેઓના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓના અપ્રમાણસરની મિલકતની પણ તપાસ થશે. કાયદેસરની જે પણ તપાસ હશે તે કરવામાં આવશે. જુનિયર ઇજનેર ઇલેક્ટ્રીકલ પરેશકુમાર સુમનભાઇ પટેલ વર્ગ-2ના અધિકારી છે તેઓનો માસિક પગાર 1.10 લાખ રૂપિયા છે. જ્યારે મેઇટેનન્સ આસીસ્ટટન્ટ ડેનિશ રાજેશકુમાર બારડોલીયા કે જે વર્ગ-3ના કર્મચારી છે તેઓનો પગાર 6 હજાર રૂપિયા હતો.