Surat

સુરત મેટ્રો રેલ જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં કામગીરી પુરજોશ માં ચાલી રહી છે

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલમાં જમીનની અંદર કાપોદ્રાથી ચોક બજાર સુધી બે લાઈનમાં મેટ્રો રેલ લાઇનની ટનલ બનાવવામાં આવી રહી છે. આ કામ ડીસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.સુરતની આગવી ઓળખ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહેલી દેખાઇ રહી છે.ત્યારે કાપોદ્રાથી ચોક બજાર સુધી જમીનની અંદર બે લાઈનમાં મેટ્રો રેલ ટનલ બનાવવામાં આવી રહી છે. જેનું કામ 2024 સુધી પૂર્ણ થઈ જશે.

Advertisement

Surat Metro Rail is running in full swing on two underground lines from Kapodra to Chowk Bazar.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે.ભારત સરકાર દ્વારા 9મી માર્ચ 2019ના રોજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના સુધારેલા ડીપીઆરને મંજૂરી આપવામાં આવી હતી. ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલયે બે કોરિડોર ધરાવતા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 માટે મંજૂરી આપી છે. જેમાં પહેલું સરથાણાથી ડ્રીમ સિટી અને બીજું ભેસાણથી સારોલી 6ઠ્ઠી જૂન 2019ના રોજ કુલ અંદાજે પૂર્ણ પ્રોજેક્ટ ખર્ચ સાથે 12.020 કરોડ રૂપિયાનો થવાનો છે.જે અંડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે તે ટનલ કાપોદ્રાથી શરૂ થઇને ચોક બજાર સુધી જઈ રહી છે. સાડા છ કિલોમીટરનું કામ મારાં અંડરમાં થઇ રહ્યું છે. અમારી સામે તમે જોઈ રહ્યાં છો તે ડોમ લાઇન છે જે ઓટોમેટિક મશીન છે જેને ટર્નલ ડાઇ મશીન કહેવામાં આવે છે.જે ના દ્વારા આ કામ થઇ રહ્યું છે. રોજના 8 થી 10 મીટરનું ટનલ વર્ક કરવામાં આવી રહ્યું છે. ટનલનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. પરંતુ ત્યારબાદ પણ વાયરીંગથી લઈને અન્ય બીજા કામો પૂર્ણ કરવામાં અમને ડિસેમ્બર 2024નો સમય લાગી શકે છે પણ ત્યાં સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે. કર્નલ યોગેન્દ્રસિંહ ચૌહાણ ( મેટ્રો સાઈટના મેનેજર )

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે જમીનથી 18 મીટર નીચેથી મેટ્રોની બે લાઈનની ટનલ નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ લાઇન સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગને જોડે છે. કાપોદ્રાથી ચોક બજાર સુધી એમ કુલ 10 કિલોમીટરની ટનલ જમીનની અંદર બનાવવામાં આવી રહી છે. જેમાં હાલ દોઢ કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.આગામી 2024 ડિસેમ્બર સુધી આ કાર્ય પૂર્ણ થઈ જશે. અને ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલવેનું ઉદઘાટન કરવામાં આવશે. તો બીજીબાજુ ખજોદથી ચોકબજાર સુધી અપલાઈનની કામગીરી પણ પૂરઝડપે ચાલી રહી છે. રોજના 8 થી 10 મીટર ટનલ બનાવવામાં આવે છે.અને ટનલનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થઈ જશે. આ મેટ્રોની લાઇનમાં બે લાઈન હોય છે. જેમાં અપલાઈન અને અન્ડરલાઈન હોય છે.

Advertisement

Trending

Exit mobile version