Surat

સુરત પાલિકા દ્વારા “તાપી” બ્રાન્ડ સાથે પીવાનું પાણી વેચવા વિચારણા

Published

on

મિનરલ વોટરની જેમ ઉચ્ચ ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવાનું આઇએસઓ સર્ટિફિકેટ મેળવનાર સુરત મનપા દ્વારા હવે પીવાનું પાણી પેકેજિંગ વોટર તરીકે વેચાણ માટે વિચારણા કરી રહી છે.
સુમુલ સાથે સંકલન કરી રી-યુઝ થાય તેવી બોટલમાં મનપાનું પાણી વેચાણ કરવા માટેની તજવીજ શરુ કરવામાં આવી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા આ દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સુમુલના જવાબદારો સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ બે વખત મનપા દ્વારા પેકેજિંગ પાણી વેચાણ માટેનું પ્લાનિંગ કરાયું હતું, પરંતુ સફળતા મળી ન હતી.મનપા દ્વારા તાપી નદીમાંથી પાણી લઈને સુરતીઓને ટ્રીટ કરીને પાણી પૂરું પાડવામાં આવે છે. સુરત મનપા દ્વારા આપવામાં આવતા પાણીની ગુણવત્તા ઊંચી હોય હવે મનપા પેકેજીંગ વોટર માટે વિચારણા કરી રહી છે.

આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું હતું કે, ભૂતકાળમાં મનપા પેકેજીંગ વોટર અંગે વિચારણા કરી ચુકી છે પરંતુ તેમાં સફળતા મળી ન હતી. હાલમાં સુરત મનપા દ્વારા આપવામાં આવતા પાણીની ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે જેના કારણે મનપાનું ટ્રીટેડ પાણી સીધું પેકેજીંગ કરી શકાય તેમ છે. જો મનપાએ મિનરલ વોટર નું વેચાણ કરવું હોય તો ટ્રીટેડ પાણી કરવા સાથે અન્ય -ગેસીજરમાંથી પણ પસાર થવું પડે તેમ છે. તેથી મનપાએ મિનરલ વોટર કે પેકેજીંગ વોટર કરવું તે અંગે આગળના દિવસોમાં વિચારણા કરવામાં આવશે.તાપી નદીમાંથી પાણી લેતું હોય તાપી બ્રાન્ડીંગ કરવા માટે પણ વિચારણા થઈ રહી છે. આ માટે સુમુલ સાથે પહેલી બેઠક કરી હતી અને સુમુલ તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યા છે. જો વાટાઘાટ સફળ થાય તો મનપા કચેરી અને મનપાના પાર્ટી પ્લોટ સહિત મનપાની પ્રિમાઈસીસમાં જ બોટલનો ઉપયોગ કરવામાં આવશે.

Advertisement

 

પ્રતિનિધિ
સુનિલ ગાંજાવાલા
સુરત

Advertisement

Trending

Exit mobile version