Gujarat
સુરત પોલીસે 3 એમડી ડ્રગ્સના ડિલરને રંગે હાથ પકડ્યા,
કચ્છ અને દ્વારકાના દરિયા કિનારા પરથી મળતું ડ્રગ્સ હવે સુરતમાં પણ યુવા ધનને પીરસાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. સામેની બાજુ સુરત પોલીસે પણ પ્રણ લીધું છે કે કોઈ પણ નશેડીને છોડવામાં નહીં આવે. સુરત પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં નશો ફેલાવતા 3 લોકોને પકડી પાડ્યા હતા.સુરતની રાંદેર પોલીસે બાતમીના આધારે 1.69 લાખ રૂપિયાની કિંમતનું 16.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 લોકોને પકડી પાડ્યા છે.ત્રણેયના બે સાથીદારો હાલ ફરાર છે. પોલીસને બાતમી મળી હતી કે સફેદ રંગની ટેક્સી પાસિંગ ગાડીમાં ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આથી રાંદેર પોલીસે રેડ પાડી હતી અને 3 લોકોને ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય પાસેથી 24 હજાર રોકડ રૂપિયા, 41 હજારથી વધુ રૂપિયાના 4 મોબાઈલ, સફેદ રંગની (MH-02-CR-9028) ટેક્સી પાસિંગ હ્યુન્ડે ગાડી સહીત કુલ 5.9 લાખ રૂપિયાનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો હતો.જાહેર વાત છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસે દરિયાકાંઠાના વિસ્તારો અને અમદાવાદ અને સુરત જેવા શહેરોમાંથી ડ્રાઈવ કરીને અથવા રેડ પાડીને ડ્રગ્સ પકડી રહી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ દેશના યુવાનના નશોમાં જતું રોકી લીધું છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત