Connect with us

Surat

સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવતી બિનઅધિકૃત ટોળકી ઝડપી

Published

on

Surat Police nabs unauthorized gang making duplicate Aadhaar cards

સુનિલ ગાંજાવાલા

સુરત પોલીસે ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકી ઝડપી પાડી છે. એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી પાંચની ધરપકડ કરી છે.પોલીસે 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યા છે. છ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલવતા પાંચ પૈકી બે આધારકાર્ડ બનાવતા અધિકૃત એજન્ટ છે.સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે મોબાઈલ શોપમાં રેઈડ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના પાંચને ઝડપી પાડી તેમની પાસેથી 163 આધારકાર્ડ, 44 પાનકાર્ડ, 167 ઈલેક્શન કાર્ડ, 85 જન્મના દાખલા સહિત વિવિધ દસ્તાવેજો કબજે અને અન્ય સામાન કબજે કર્યો હતો.

Advertisement

Surat Police nabs unauthorized gang making duplicate Aadhaar cards

સુરત શહેર પોલીસના એસઓજી અને પીસીબીએ મળેલી હકીકતના આધારે ખરાઈ કર્યા બાદ નવા કમેલા પાસે સંજયનગરમાં ગુલશન-એ-રઝા મસ્જીદની નીચે એ.કે.મોબાઈલ શોપમાં રેઈડ કરી ત્યાં ડુપ્લીકેટ આધારકાર્ડ બનવાતી ટોળકીના આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબૂબ યાકુબ શેખ, વસીમ બદરુદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઇમભાઈ પટેલને ઝડપી લીધા હતા. આ ટોળકી રૂ.1500 થી રૂ.3000 માં કોઈપણ દસ્તાવેજ પોતાના લેપટોપ કે કોમ્પ્યુટરના ફોટોશોપમાં એડિટ કરી બનાવી આપતા હતા.

Advertisement
error: Content is protected !!