Surat
માનવતાની પરીક્ષા માં સુરત પોલીસ પાસ
પૈસા ન હોવાથી બોર્ડની પરીક્ષા આપવા જતો વિદ્યાર્થી ચાલતો જ નિકળી પડ્યો, પોલીસે બાઇક સવારી કરાવી શાળાએ પહોંચાડ્યો
આજથી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સુરતમાં પરીક્ષા આપવા જઈ રહેલા એક વિદ્યાર્થીને કેન્દ્ર પર પહોંચતા મોડું થઈ ગયું હતું અને રીક્ષા કરીને જવા માટે તેની પાસે પૈસા ન હોય તે નિરાશ થઈ ગયો હતો ત્યારે સુરત ટ્રાફિક પોલીસકર્મીએ આ વિદ્યાર્થીને પોતાની બાઈક પર બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી સરાહનીય કામગીરી કરી છેબોર્ડની પરીક્ષા દરમ્યાન દરેક વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપી શકે અને તેમને કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે સુરતમાં પોલીસે પુરતો બંદોબસ્ત ગોઠવ્યો છે .ત્યારે આજ રોજ સરથાણા જકાતનાકા પાસે માનવ દવે કિશોરભાઈ નામનો વિદ્યાર્થી નિરાશ ચાલતો દેખતા જગાતનાકા પાસે ફરજ બજાવી રહેલા લોકરક્ષક ઈમ્તિયાઝ નુરાભાઈએ તેમને પૂછતા વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે તેને પરીક્ષામાં મોડું થઈ ગયું છે
અને તેની પાસે કોઇ વાહન કે રિક્ષા કરી જવા માટે પૈસા ની પણ વ્યવસ્થા નથી” જેથી તરત આ પોલીસકર્મીએ વિદ્યાર્થીને પોતાની બાઈક પર બેસાડી સરથાણા જકાતનાકા પાસે આવેલા વકૌશિક વિદ્યાલય પાસે સ્કૂલમાં પહોંચાડવામાં મદદરૂપ થયા હતા અને આ રીતે આ વિદ્યાર્થી સમયસર પરીક્ષા આપવા પહોંચ્યો હતો.ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ પણ સજ્જ છે અને પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.અને તેના ભાગરૂપે આજે વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચાડી ટ્રાફિક પોલીસ કર્મી એ સરહાનીય કાર્ય કરતા શહેરમાં ચારેકોર તેમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.
પ્રતિનિધિ
સુનિલ ગાંજાવાલા
સુરત