Surat
સુરત પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપ્યો

સુનિલ ગાંજાવાલા
સુરત જિલ્લામાંથી વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડાયો છે, કતારગામ પોલીસે 10 લાખ રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. લગભગ 50 જેટલા ગાંજાના પેકેટને મ્યૂનીસીપલ કૉર્પોરેશનના ભોયતળીયામાં એક ટાંકામાં બૉક્સ કરીને મુકવામાં આવેલા હતા. સુરતની કતારગામ પોલીસે 10 લાખનો બિનવારસી ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે.
કતારગામ જીઆઇડીસી રેલ્વે પટરી પાસે આવેલ ગુણાતીતનગરમાંથી આ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.મ્યૂનીસિપલ કોર્પોરેશનની બંધ મુતરડીમાં આવેલ ભોયતળીયાના ખાલી ટાંકામાથી આ ગાંજો મળી આવ્યો છે. બંધ મુતરડીના ભોયતળીયે આવેલા ટાંકામાંથી ખાખી કલરના પ્લાસ્ટિકમાં સુવ્યવસ્થીત રીતે પેકીંગ કરેલી હાલતમાં કુલ 50 પેકેટ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે બેગમાંથી 100.92 કિ.ગ્રા ગાંજાનો જથ્થો કબ્જે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.