Surat
બાઈક ઉપર જોખમી સ્ટન્ટ કરનારા યુવકોને સુરત પોલીસે એવો પાઠ ભણાવ્યો કે હાથ જોડવા લાગ્યાં
(સુનિલ ગાંજાવાલા સુરત)
સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે બાઈક ઉપર સ્ટંટ કરતા હોય એવો યુવકનો એક વીડિયો સુરતના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે વીડિયો સુરતના પારલે પોઇન્ટ વિસ્તારમાં હોવાનું સામે આવતા પોલીસે આ યુવકોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સોશિયલ મીડિયા પર વીડિયોની રિલ બનાવી વાયરલ કરતા પ્રસિદ્ધિ સાથે રૂપિયા મળતા હોવાને લઈ હવે યુવકો સ્ટંટ કરતા હોય તેવા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે.જ્યારે બે દિવસ પહેલા સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં બે યુવાનો દ્વારા મોટરસાયકલ ઉપર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તે પ્રકારનો વીડિયો બનાવી રહ્યા હતા. જોકે આ સ્ટન્ટ કરતાં સમયનો વીડિયો સ્થાનિક લોકોએ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
જેને લઈને આ વીડિયો પોલીસ પાસે પહોંચતા પોલીસે બાઈક સવાર યુવકોની શોધ કોણે શરૂ કરી હતી.પોતાની બાઇક પર સ્ટન્ટ કરતાની સાથે આસપાસમાંથી પસાર થતાં લોકો માટે જોખમ ઉભુ કરનારા આ યુવકોને પાઠ ભણાવવા માટે પોલીસે યુવકોને શોધી કાઢ્યા હતા. પકડાયેલા યુવકોમાં એકનું નામ વિરેન્દ્ર ચૌહાણ અને બીજાનું નામ કિશોર ધાણકાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.આ સાથે જ પોલીસે આ યુવકો પાસે માફી સ્વીકારી અને જાહેરમાં માફી પણ મંગાગી હતી. આમ સુરત પોલીસ સ્ટન્ટ કરતા અને લોકો માટે જીવનું જોખમ ઊભા કરતા હોય તેવા લોકોમાં સતત કાર્યવાહી કરી રહી છે ત્યારે આ બંને યુવકો વિરુદ્ધ ગુમરા પોલીસે કડક કાર્યવાહી કરવાની સાથે તેમની પાસે જાહેરમાં માફી મંગાવી હતી. જેને લઈને આવી રીતે જાહેરમાં આવી રીતે વીડિયો બનાવતા પહેલાં ચેતી જવાં યુવાઓને જણાવ્યું હતું.