Surat
સુરત ગ્રામ્ય પોલીસે કુંવરદા ગામમાંથી રૂ. 81 લાખ ઉપરાંતનો ગાંજાનો માતબર જથ્થો પકડી પાડ્યો
સુનિલ ગાંજાવાલા
સુરતમાં કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંવરદા ગામની સીમમાંથી 752.649 કિલોગ્રામ ગાંજાનો જથ્થા ઝડપાયો છે. સાથે જ કોસંબા પોલીસે ચાર ઇસમોને કુલ રૂ.82,12,660નાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીનાં આધારે કુંવરદા ગામની સીમમાં આવેલ શિવશક્તિ રેસીડેન્સીમાં ભોગવટાવાળા મકાન નંબર 106ની બહાર સોસાયટીના રસ્તા પર વાહનોમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.પકડાયેલ આરોપી કેદારનાથ પ્રકાશચંદ્ર મહંન્તી (મૂળ.ઓરિસ્સા,રહે,માંગરોલ),બલરામ કોરાપ્રસાદ મહંન્તી (મૂળ ઓરિસ્સા,રહે માંગરોલ),શીબારામ ભાસ્કર ગૌડા (મૂળ.ઓરિસ્સા,રહે,માંગરોલ),સંતોષ બાપુજી મહંન્તી(મૂળ.ઓરિસ્સા,રહે,માંગરોલ) પાસેથી પોલીસે ગાંજાનો જથ્થો અને વાહન સાથે કુલ રૂ.82,12,660નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં માલ મોકલનાર ગૌરીશંકર પ્રકાશચંદ્ર મહંતી અને KRT નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ પકડાયેલ ચારેય આરોપીઓમાં કેદારનાથ મહંતી છુટકમાં તથા જથ્થાબંધ ગાંજાના જથ્થાનું વેચાણ કરતો હતો.જેથી તેનો ભાઇ વોન્ટેડ આરોપી ગૌરીશંકર મહંતી ઓરીસ્સાથી ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી KRT નામનો ઇસમ પાસેથી ખરીદી મોકલતો હતો. અને કેદારનાથી જાતે તથા તેના ભાઇ ફોન પર ગાંજાનો જથ્થો છુટક તથા જથ્થા બંધ આપવાનું જણાવે તેને વેચાણ કરતો હતો. અને આરોપી કેદારનાથે આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે આ કામે પકડાયેલ અન્ય આરોપીઓ બારામ,સંતોષ તથા બલરામને રાખ્યા હતા. અને તેઓ મારફતે તથા જાતે તેના ભાઇ ગૌરીશંકરનાએ ગાંજાનો જથ્થો સપ્લાય કરવા ખરીદેલ છોટા હાથી ટેમ્પો તથા અલ્ટો ગાડી તથા એક્ટીવા તથા તેના મિત્રની મોટર સાયકલ મારફતે સપ્લાય કરતા હતા, અને આ ગુનાના કામે પકડાયેલ ગાંજાનો જથ્થો ગૌરીશંકરનાએ KRT ખરીદી તેના મારફતે ટ્રક દ્વારા કામરેજ વિસ્તારમાં આવેલ રાજ હોટલ ખાતેથી છોટા હાથી ટેમ્પોમાં ભારી કુંવરદા ગામની સીમમાં આવેલ શિવશક્તિ રેસીડેન્સી ખાતે મકાન ભાડે રાખી તેની સામે ટાટા કંપનીના ટેમ્પો તથા અલ્ટો કાર તથા અતુલ શક્તિ ટેમ્પોમાં ભરી છુપાવી રાખ્યો હતો. જેમાંથી તેઓ છુટક તથા જથ્થાબંધ વેચાણ કરવાના હતા