Panchmahal
ઘોઘંબા તાલુકામાં શિક્ષકો માટે વહીવટી રીતે ઉત્તમ કાર્ય કરતા સુરેશભાઈ પટેલ
પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક સુરેશભાઈ પટેલ શિક્ષકોના વહીવટી પ્રશ્નો માટે ખૂબ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. બાર વર્ષ અગાઉ બોરીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સ્વ.અરવિંદકુમાર મણીલાલ રાઠોડ જેઓનું અકસ્માતથી મૃત્યુ થયેલ હતું ત્યારે સરકારના નિયમો પ્રમાણે કેટલાક લાભ મળ્યા હતા. પરંતુ નવી પેન્શન યોજનાના લાભથી તેઓનો પરિવાર વંચિત હતો. નવી પેન્શન યોજનાનો લાભ અપાવવા માટે સુરેશભાઈ પટેલ દ્વારા અથાગ પ્રયત્નો કરીને ગુજરાત રાજ્યમાં પહેલો C. P. F. નો લાભ સ્વ. રાઠોડ અરવિંદભાઈ ના ધર્મ પત્નીને રુપિયા 1900000 /- ઓગણીસ લાખ અપાવ્યા છે.
ખરેખર, નિરાધાર પરિવાર માટે સરકારના નાણાકીય લાભ અપાવવા ખૂબ સરાહનીય કાર્ય છે. ઘોઘંબા તાલુકા શિક્ષણ શાખા અને શિક્ષકો દ્વારા સ્વ.અરવિંદભાઈ ના ધર્મપત્નીને આજ રોજ ચેક અર્પણ કરવામાં આવ્યો છે. ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપિકાબેન રાઠોડે તેઓને અભિનંદન આપ્યા છે.