Surat
મસાલા વિક્રેતાઓના ત્યાં પાલિકા દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ,
સુનિલ ગાંજાવાલા
મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં આવેલી મરી મસાલાની દુકાનો ,ગોડાઉનો સાથે જ તંબુ બાંધીને મસાલો વેચતા વિક્રેતાઓને ત્યાં રેડ પાડવામાં આવી હતી.હાલ ચાલી રહેલી મસાલાની સિઝનને ધ્યાને રાખીને સમગ્ર શહેરમાં છુટક તેમજ હોલસેલ મરી મસાલાનું વેચાણ કરનારા વિક્રેતાઓને ત્યાં મનપાની ટીમે દરોડા પાડી તમામ મસાલાઓને જાતે ચકાસ્યા હતા,આ કામગીરી દરમિયાન ફૂડ ટેસ્ટીંગ વાને મહત્વની ભૂમિકા ભજવી હતી.તમામ મસાલા હાથમાં લઇ લેબોરેટરી ઇન્ચાર્જે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.
શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં પાલિકાની ટીમો દ્વારા પાડવામાં આવેલ દરોડામાં તાજો મસાલો વેચવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું. મનપા ફૂડ વિભાગની રેડને પગલે મરી મસાલાના વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો હતો. તાત્કાલિક સ્થળ પર જ ચેકિંગ હાથ ધરાતા વિક્રેતાઓ ગભરાયા હતા..જો કે બપોર સુધીમાં આરોગ્ય વિભાગ દ્વારા ૨૦ થી વધુ વિક્રેતાઓ પાસેથી અલગ અલગ મસાલાઓના સેમ્પલ એકત્ર કરાયા હતા.સુરત મહાનગર પાલિકાના ફુડ વિભાગના અધિકારી જગદીશ સાળુંકે એ જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલ મરી મસાલાની સીઝનને ધ્યાને રાખી શહેરમાં વિવિધ ટીમો બનાવી મસાલા વિક્રેતા ઓને ત્યાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કોઈ સ્થળ ઉપર મસાલામાં ભેળસેળ નીકળશે તો તાત્કાલિક જ એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સુરતમાં મસાલા વિક્રેતા ઓને ત્યાં કરવામાં આવેલી રેડ દરમ્યાન મરચું, હળતર, ધાણા જીરૂં સહિતના મરી અને મસાલાના સેમ્પલો એકઠાં કરી એના સ્થળ પર એજ ટેસ્ટિંગ કરી સ્થળ પર જ તાત્કાલિક એના રિપોર્ટ મેળવવામાં આવી રહ્યા હતા અને રિપોર્ટમાં જે કંઈ ઉલ્લેખ હોય આ તમામને એક એક્સેલ સીટ બનાવીને ઉચ્ચ અધિકારીઓને મેલ કરવામાં આવી રહી હતી
જોકે આ સમગ્ર કામગીરી દરમિયાન હાલ આજે જે જેટલા પણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે એક ને ત્યાં પણ ભેળસેળ હોવાનું સામે નથી આવ્યું જેથી હાલ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું કોઈ પણ નમૂનો હજી સુધી મળી શક્યો નથી.