Surat
સુરતીલાલાઓ ગરમીમાં ઠંડક મેળવવા માણી રહ્યાં છે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા,
સુરતનું જમણ અને કાશીનું મરણ આ કહેવત છે, કારણ કે સુરતનું જમણ દેશ-વિદેશમાં વખણાય છે. એવામાં ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ હાલમાં 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે, જેની કિંમત 1 હજાર રૂપિયા છે. સુરતના એક આઈસ્ક્રીમ પાર્લર દ્વારા આ અનોખો આઈસ્ક્રીમ તૈયાર કરાયો છે.હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આઇસ્ક્રીમ પ્રેમીઓ માટે સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ હોટ ફેવરીટ બની છે.આ આઈસ્ક્રીમ સામાન્ય આઈસ્ક્રીમ કે ફ્લેવરમાં નથી, પરંતુ આઈસ્ક્રીમ જોઈને તમારી આંખ પહોળી થઈ જશે. હકીકતમાં આ આઈસ્ક્રીમ 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ખાસ પ્રકારની આઇસ્ક્રીમની ઉપર 24 કેરેટ ગોલ્ડનો અર્ક લગાડવામાં આવે છે. તેમજ આ આઈસ્ક્રીમની અંદર જે કોન અપાય છે, તે પણ ગોલ્ડ બોલથી સજાવાય છે.
આમ તો લોકોએ અનેક પ્રકારનાં આઈસ્ક્રીમ જોયા હશે અને ખાધા પણ હશે. જો કે સુરતમાં તૈયાર થયેલો આ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ખાસ આઈસ્ક્રીમ ની કિંમત 1,000 રૂપિયા છે, આ સાથે તમારે 18% જીએસટી પણ ભરવો પડે છે. આટલો મોંઘો આઈસ્ક્રીમ હોવા છતાં એની ડિમાન્ડ ગરમીમાં સૌથી વધારે છે અને લોકો આ આઈસ્ક્રીમ ખાવા માટે દૂર-દૂરથી આવે છે.આ અંગે આઈસ્ક્રીમ વિક્રેતા ડો.પિનાક જાદવે જાણાવ્યું કે, 1 હજાર રૂપિયાના આઈસ્ક્રીમની અંદર લોકોને ગોલ્ડ કોનની અંદર બ્રાઉની, ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ, ચોકલેટ શિરપ વેગેરે સાથે ફ્લેવર પણ છે. તેનો ટેસ્ટ પણ ખુબ જ યુનિક છે. આ આઈસ્ક્રીમ ખાવા માટે તો લોકો આવે જ છે, પરંતુ આઈસ્ક્રીમને બનતો જોવાની પણ એક અલગ મજા છે. લોકો ખાસ આઈસ્ક્રીમ બનતા જોવાં માટે પણ આવી રહ્યાં છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત