Chhota Udepur

છોટાઉદેપુર સહીત સમગ્ર રાજ્યમાં થશે સૂર્ય નમસ્કારનો મહાસંગ્રામ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર-પ્રસાર અને પ્રોત્સાહનને વેગ આપવા તેમજ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તથા યોગને વિશ્વસ્તરીય બનાવવાના સ્વપ્નને પ્રોત્સાહન આપવાના હેતુથી “રાજ્ય વ્યાપી સુર્ય નમસ્કારનો મહાસંગ્રામ”નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ગ્રામ્ય, તાલુકા, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને રાજ્યકક્ષાએ એક ડિસેમ્બર-૨૦૨૩થી એક જાન્યુઆરી-૨૦૨૩ સુધી તબક્કાવાર “સુર્ય નમસ્કાર સ્પર્ધા (ભાઈઓ/બહેનો)” યોજાશે. જે અન્વયે બોટાદ જિલ્લાના તમામ યોગ સાધકો/સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ વિગત અને નિયમો જાણવા માટે તા. ૧૫/૧૨/૨૦૨૩ સુધી વેબસાઈટ: https://snc.gsyb.in પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

તમામ ગ્રામ્ય/વોર્ડકક્ષાની સ્પર્ધાને અનુરૂપ અવેરનેસ માટે જે તે ગામ/વોર્ડની શાળા ખાતે ૧૬/૧૨/૨૦૨૩થી ૧૮/૧૨/૨૦૨૩ સુધી ત્રણ દિવસ સુર્ય નમસ્કારની તાલીમ/પ્રેક્ટીસનું ફરજીયાત આયોજન હાથ ધરવામાં આવશે. ગ્રામ્યકક્ષાની સ્પર્ધાનું ૧૯/૧૨/૨૦૨૩ના રોજ જે-તે ગ્રામ્યની શાળામાં આયોજન હાથ ધરવામા આવશે, તેમજ તાલુકાકક્ષાની સ્પર્ધાનું આયોજન ૨૩/૧૨/૨૦૨૩, તથા જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન ૨૬/૧૨/૨૦૨૩ના રોજ હાથ ધરવામા આવશે, આ સ્પર્ધાઓમાં વધુમાં વધુ સંખ્યામાં યોગસાધકો ભાગ લે તે માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Advertisement

Trending

Exit mobile version