Gujarat

રાજગઢ વન વિભાગની બેદરકારી રેસ્ક્યુ કરાયેલા દીપડા નું શંકાસ્પદ મોત: વન વિભાગે અંદરખાને વિધિ પતાવી

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)

ગતરોજ પરોલી ગામેથી રેસક્યુ કરીને બચાવેલા દોઢ વર્ષના દીપડાના બચ્ચાંનું શંકાસ્પદ મોત વન વિભાગ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાની લોક્ચર્ચા દીપડાના મોતની વાત દબાવી રાખી અંદરખાને અગ્નિસંસ્કાર ની વિધિ પતાવી દીધી વન વિભાગની નિષ્કાળજીના કારણે દીપડાના બચ્ચા નું મૃત્યુ થયું હોવાની વાત વહેતી થઈ

Advertisement

ઘોઘંબા તાલુકાના પરોલી ગામે કરાડ નદીના કિનારે આવેલ ખેતરમાં દીપડો તારની વાડમાં ફસાયેલો હોવાની માહિતી રાજગઢ વન વિભાગને મળતા વન વિભાગ બનાવના સ્થળે પહોંચી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. રેસક્યૂ દરમિયાન દીપડાના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન દેખાયા ન હતા.

વન વિભાગની કચેરીએ પહોંચ્યા બાદ થોડા કલાકોમાં ખબર આવી કે દીપડો મૃત્યુ પામ્યો છે દીપડાના મૃત્યુ પાછળ રાજગઢ વન વિભાગની નિષ્કાળજી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે વન વિભાગની કચેરીમાં લાવ્યા બાદ દીપડા માટે ખોરાક -પાણીની વ્યવસ્થા તેમજ શારીરિક તપાસ કરવામાં તંત્રએ બેદરકારી દાખવી હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી. આ બાબતે વન વિભાગને પૂછતા વન વિભાગ મીડિયા સાથે ચર્ચા કરવાથી દૂર રહ્યું હતું તો અમુક કર્મચારીઓએ બચ્ચાને આઘાત લાગ્યો હોવાનું જણાવ્યું તો કોઈકે તરસને કારણે દીપડાનું મૃત્યુ થવા હોવાની ઉડતી વાત કરી હતી.

Advertisement

જો રાજગઢ વન વિભાગ સાચું હોય તો. તેમણે આ વાત જાહેર કેમ ના કરી ? મૃત્યુ બાદ દીપડાના બચ્ચાને અંદરખાને અગ્નિ સંસ્કાર કરી સમગ્ર ઘટના ઉપર પડદો પાડવામાં આવ્યો હતો. વન વિભાગે આ બાબતની ગંભીરતા થી કાળજી લીધી હોત તો દીપડાનું મોત થયું ન હોત। મૃત્યુ બાદ દીપડાનુ P.M કરવામાં આવ્યું છે ખરું? તે પણ એક સવાલ છે સાજાસમા દીપડાના મૃત્યુની વાત મીડિયાથી કેમ છુપાવવામાં આવી? આ બાબતની ન્યાયિક તપાસ થવી જ જોઇયે તેવું જીવદયામાં માનતા લોકોનુ કહેવુ છે

Advertisement

Trending

Exit mobile version