Surat
સુરત નાં વરાછા વિસ્તાર માંથી બાતમીના આધારે ધરમ એન્ટરપ્રાઈઝમાંથી 10 લાખનું શંકાસ્પદ ઘી કરાયું સીઝ
સુનિલ ગાંજાવાલા
સુરત પાલિકાના ફુડ વિભાગે વરાછા ઝોન-એમાં 10 ફૂડ સેફ્ટી ઓફિસરોની જુદી જુદી ટીમ બનાવીને પુણા સીમાડા રોડ પર ગોદાવરી પાર્ક સોસાયટીમાં ‘ધરમ એન્ટરપ્રાઈઝ’ ખાતે તપાસ હાથ ધરતાં શંકાસ્પદ ઘી બનાવતાં હોવાનું માલુમ પડ્યું હતું તેથી સ્થળ પરથી ઘી (લુઝ) અને સ્વામી નારાયણ પ્રિમિયમ કાઉ ઘી (પેક) ના નમૂનાઓ લઈને ફુડ સેફ્ટી ઓફિસરોએ પૃથ્થકરણ માટે પાલિકાની પબ્લિક હેલ્થ લેબ ખાતે મોકલી આપ્યા છે.રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.ચોક્કસ બાતમીના આધારે પાલિકાના ફુડ વિભાગે દરોડો પાડ્યો હતો.
આ દરોડામા ઘરની અંદર શંકાસ્પદ સંજોગોમાં મોટી માત્રામાં ઘી બનતું હોવાનું જણાતા ફુડ વિભાગે દસ લાખનું ઘી જપ્ત કરી ઘીના સેમ્પલ એનાલીસીસ માટે મોકલી આપ્યા છે. જે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ફુડ ખાતાએ સ્થળ પરથી ઘીના 1લીટર, 500મી.લી., 200 મી.લી., અને 100 મી.લી.ના પ્લાસ્ટીકની બોટલ-જાર મળી આશરે 3,336 લીટર ઘી જપ્ત કરી સીઝ કરવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા 10 લાખ ઉપર છે. ચિફ ફૂડ ઓફિસર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, ઘી શંકાસ્પદ જણાતાં જપ્ત કરી લેબમાં મોકલ્યું છે. રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.