Dahod
સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઝાલોદ મારુતિધામ સોસાયટીના વળાંકમાં કચરા ના ઢગલા
(પંકજ પંડિત દ્વારા)
કચરાને લઈ ચોમાસાની ઋતુને લઈ ગંદકી વધતા કચરા માંથી દુર્ગંધ ફેલાતા રહીશોમાં આક્રોશ
ઝાલોદ ઠુઠી કંકાસીયા રોડ પર વણક તળાઈ મંદિરના વળાંકની સામેના રસ્તાની અંદર બાજુ મારુતિધામ સોસાયટી તેમજ અન્ય સોસાયટીમાં આવન જાવનનો રસ્તો આવેલ છે. આ સોસાયટીઓમાં જવા માટે વળાંકમાં જ નગરપાલિકાની કચરાપેટી મુકેલ જોવા મળેલ છે. આ કચરા પેટી સરકારી વસાહતની દિવાલ તોડી મુકવામાં આવેલ છે.
આ ગંધ મારતી કચરાપેટીની આજુબાજુ મોટા પ્રમાણમાં છુટો છવાયો કચરો પડેલ જોવા મળેલ છે તેમજ ચોમાસુ હોવાથી પાણીના ખાબોચીયા ભરાયેલ પણ જોવા મળેલ છે.
આ કચરાપેટીની અંદર થી તેમજ બહાર પડેલ કચરો વરસાદી પાણી પડતાં ત્યાં ગંદકી વકરી હોય તેમ લાગી રહ્યું છે. આ કચરા માંથી વાસ આવવા લાગી છે તેમજ ત્યાં ખાબોચિયાઓ મા પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહેલ હોય તેવું લાગી રહેલ છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે જાગૃત થઈ આ વિસ્તારની ગંદકી તેમજ કચરાપેટીનો કચરો ઉઠાવી સાફ સફાઈ કરવી જોઈએ તેવું અહીંના રહીશોની માંગણી છે. વર્ષા ઋતુને ધ્યાનમાં લઈ જલ્દી થી જલ્દી સાફ સફાઈ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નહિતો આ કચરાને લીધે તેમજ પાણીમાં ભરાયેલ મચ્છરોને લીધે રોગચાળો પણ ફાટી નીકળી શકે છે તો આ અંગે જવાબદાર તંત્ર તાત્કાલિક ધોરણે સફાઈ કરાવી રસ્તો ચોકખો કરે તેવી માંગ ઉઠવા પામી છે.
આ ફેલાયેલ કચરા તેમજ પાણીના ખાબોચીયા ભરાયેલ પાણીને લઈ પાણી જન્ય રોગચાળો ના ફાટી નીકળે તેમજ આ અંગે જવાબદાર તંત્ર આંખ આડા કાન કર્યા વગર પૂરતું ધ્યાન આપી સાફસફાઈ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.