Gujarat
જાંબુઘોડા ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યુ.

તા.૧૭.સપ્ટેમ્બર થી તા.૩૧.ઓક્ટોબર અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર દેશ ભરમાં ચલાવવામાં આવી રહ્યુ છે ત્યારે આજે મંગળવારના રોજ સવારે 11 કલાકે સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધરવામાં હતુ જેમાં જાંબુઘોડા સર્કીટ હાઉસ થી જાંબુઘોડા તાલુકા પંચાયત કચેરી સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી અને સૌ સાથે મળી પોતાના ગામ નગર અને જાહેર રસ્તાઓમાં ગંદકી ન કરવા તેમજ ન કરવા દઈશ અને સ્વચ્છતા રાખીશ ના શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યારબાદ જાંબુઘોડા પંચાયત ખાતે તેમજ જાંબુઘોડા નગર માં સફાઈ અભિયાન હાથ ધરી સફાઈ કરવામાં આવી હતી
જેમા સફાઈ અભિયાન માં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ પંચમહાલ જીલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંગભાઈ બારીઆ,જાંબુઘોડા મામલતદાર, તાલુકા પંચાયતના ટિ.ડી.યો તેમજ પોલીસ સ્ટાફ, જાંબુઘોડા જુથ ગ્રામ પંચાયત ના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ જાંબુઘોડા ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ના NSS ના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકઓ જાંબુઘોડા તાલુકા ના સરપંચો કાર્યકરો સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સ્વછતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું