Connect with us

Gujarat

સ્વચ્છતા હી સેવા કચરા મુક્ત ભારત – કચરા મુક્ત ગુજરાત એક માસ સુધીના કેમ્પેઇનનું આયોજન

Published

on

Swachhta Hi Seva Garbage Free India - Garbage Free Gujarat campaign organized for one month

રજી ઓક્ટોબર એટલે કે, મહાત્મા ગાંધીજીની જયંતિને સ્વચ્છતા થકી જન આંદોલનની ઉજવણી કરવા માટે “સ્વચ્છ ભારત દિવસ (SBD)” તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અને શહેરી એમ સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર ૨૦૧૩ સુધી સ્વચ્છતા હી સેવા (SHS)” એક માસ સુધી આયોજન કરવામાં આવેલ છે.

સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ ની થીમ ‘ગાર્બેજ ફ્રી ઈન્ડિયા’ એટલે કે કચરા મુક્ત ભારત અને કચરા મુક્ત ગુજરાત કરવાનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર માસ દરમ્યાન તારીખ વાર જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં કરવામાં આવનાર છે. જે હેઠળ સ્વચ્છતા હી સેવા શુભારંભ કરી જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્થળો, પ્રાણી સંગ્રહાલય, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભ્યારણ્યો, ઐતિહાસિક સ્મારકો, હેરિટેજ સ્થળો, નદી કિનારા, ઘાટ તેમજ નાળા વગેરે જેવા જાહેર સ્થળો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્વચ્છતા (Visible Cleanliness) થાય તે મુજબની કામગીરી કરવામાં આવનાર છે.

Advertisement

Swachhta Hi Seva Garbage Free India - Garbage Free Gujarat campaign organized for one month

વધુમાં ઘન અને પ્રવાહી કચરા વયવસ્થાપન અંતર્ગત જુદી જુદી અસક્યામતોના નિર્માણની ઝુહેશ તેમજ આ અંગેની લોક જાગૃત્તિ હાથ ધરવામાં આવનાર છે. તમામ શાળા, કોલેજોમાં સ્વચ્છતાને લગત સ્પર્ધાઓનું આયોજન, તમામ અમૃત સરોવર/ગામ તળાવ પર વૃક્ષારોપણ, સ્વચ્છતા સંકલ્પ, સ્વચ્છતા દોર થાય તે મુજબનું આયોજન અને અમલીકરણ, મહાશ્રમદાન અને પ્રચાર-પ્રસાર આંતર-તાલુકા અને આંતર-પંચાયત સ્વચ્છતા સ્પર્ધા, સફાઇ મિત્ર સુરક્ષા શિબિર : તમામ સફાઇમિત્ર સુરક્ષા શિબિર પર હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન.

ગ્રામસભા યોજી ગામોને ODF Plus Model જાહેર કરવા/FSM /સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રતિબંધ માટેના ઠરાવો પ્રવાસન સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP)નાં પ્રતિબંધ માટે કરવામાં આવેલ “હરાગીલા સુખા નીલા” ઝુંબેશ અંતર્ગત સારી કામગીરી કરવામાં આવેલ ગ્રામજનોને/સફાઈ મિત્રોને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ, સફાઈ મિત્રોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવા સઘન પ્રયત્નો હાથ ધરવા, શૌચાલયના વપરાશને લગત, પ્રચાર-પ્રસારની કામગીરી કરવી, ગ્રામજનોના હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન, સ્વચ્છતા સંકલ્પ, સ્વચ્છતા રેલીનું આયોજન, પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ અંગેનું આયોજન અને અમલીકરણ, ગામોમાં જાહેર સ્થળોએ દીવા પ્રગટાવવા તેમજ સ્વચ્છતાને લગત રાત્રિ ગરબાનું આયોજન વગેરે જેવી પ્રવૃત્તિઓ માસ દરમ્યાન કરવામાં આવનાર છે અને પંચમહાલ જિલ્લાને કચરા મુક્ત કરવાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. તેમ ડીસ્ટ્રસક કો. ઓર્ડીનેટર સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલ- ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!