Editorial
સ્વામી દયાનંદ સરસ્વતી દ્વીશતાબ્દી રાષ્ટ્ર રક્ષા સભા: મલ્લ યુદ્ધ પર પ્રેરણાત્મક સંદેશ
મલ્લ યુદ્ધની પ્રાચીન પરંપરા અને તેના રાષ્ટ્રસશક્તિકરણમાં ભુમિકાને પ્રોત્સાહન આપવા માટે, સ્વામી દયાનંદ સરસ્વતી દ્વીશતાબ્દી રાષ્ટ્ર રક્ષા સભાનું ભવ્ય આયોજન કડીમાં કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે મલ્લ યુદ્ધના મહત્ત્વ અને રાષ્ટ્રરક્ષા માટેના તેના યોગદાન અંગે પ્રેરણાત્મક ઉદબોધન આચાર્ય સહદેવજી તથા ડો રાજુ એમ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું.
મલ્લ યુદ્ધ માત્ર શારીરિક કૌશલ્ય નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, સંયમ અને આત્મવિશ્વાસ જેવા મૂલ્યોનું પ્રતિક છે. મલ્લ યુદ્ધની પરંપરા વિદ્યુતવેગે આગળ વધારવી, તે આજના યુગમાં ભારતીય યૌવન માટે અનિવાર્ય છે, અને આ કૌશલ્ય આપણા યુવાનોને રાષ્ટ્રીય સુરક્ષામાં મજબૂત યોગદાન આપવા માટે તૈયાર કરે છે.
વિશેષ રીતે જણાવવામાં આવ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતી, જેમણે રાષ્ટ્રસેવા અને શારીરિક વિકાસને મહત્વ આપ્યું હતું, તેમના વિચારો આજના યુગમાં પણ એટલા જ ઉપયોગી છે. મલ્લ યુદ્ધનું પુનર્જીવન માત્ર ભારતીય સાંસ્કૃતિક પરંપરાને જાળવવાનું કાર્ય નથી, પરંતુ આપણા રાષ્ટ્ર માટે શારીરિક અને માનસિક રીતે મજબૂત પેઢી ઊભી કરવાનું લક્ષ્ય છે.આ સભામાં રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે અનેક કુશલ મલ્લ યુદ્ધ પ્રદર્શનકારો, યુવા નાયકોએ ભાગ લીધો અને પ્રાચીન ભારતીય મલ્લ યુદ્ધ પરંપરાના મહત્ત્વને માણ્યું.
મલ્લ યુદ્ધને પ્રોત્સાહન આપવા માટે, આ કાર્યક્રમ દ્વારા નવા સંકલ્પો લેવામાં આવ્યા. નવી પેઢીને આ પરંપરા સાથે જોડવા માટે વિવિધ તાલીમ શિબિરો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવશે. “મલ્લ યુદ્ધ એ માત્ર પ્રાચીન શારીરિક કળા નથી; તે રાષ્ટ્રના રક્ષણ માટેનું એક પ્રેરણાસ્થાન છે. આ કળા દ્વારા યુવાનોના જીવનમાં નવો ઉમંગ અને રાષ્ટ્રપ્રેમના સંસ્કારો વિકસે છે.” આ કાર્યક્રમમાં હાજરી આપનારા મહાનુભાવોમા વયોવૃદ્ધ પ્રહલાદભાઈ પટેલ, અનંતભાઇ પટેલ, અવધ કિશોરજી રહ્યા. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય થી ખાસ ડો રાજુ એમ ઠક્કર એ જણાવ્યુ
આજનો દિવસ એક પવિત્ર સંકલ્પનો દિવસ છે, જ્યાં આપણે સ્વામી દયાનંદ સરસ્વતીની દિવ્ય દ્રષ્ટિ અને રાષ્ટ્રની રક્ષા માટેની તેમની પ્રતિબદ્ધતાને યાદ કરીએ છીએ. સ્વામી દયાનંદ સરસ્વતી માત્ર એક સંત નહિ, પરંતુ એક ક્રાંતિકારી વિચારધારા ધરાવતા યુગપ્રવર્તક હતા. તેમણે માનવીના શરીર, મન અને આત્માની શક્તિઓનું સંપૂર્ણ વિકાસ કરવાનું મહત્ત્વ સમજાવ્યું, અને મલ્લ યુદ્ધ, એટલે કે શારીરિક કૌશલ્યની પરંપરા, રાષ્ટ્રના સશક્તિકરણ માટે અનિવાર્ય ગણાવી.મલ્લ યુદ્ધ ભારતીય સંસ્કૃતિનું એક અત્યંત પ્રાચીન અને શ્રેષ્ઠ પ્રતિક છે, જે શારીરિક શક્તિ સાથે માનસિક સ્થિરતા અને ધૈર્ય પણ વિકસિત કરે છે. તે માત્ર શરીરની શક્તિ માટે નહિ, પરંતુ સંયમ, શિસ્ત અને આત્મવિશ્વાસના ઊંડા સંસ્કારો માટે પણ મહત્ત્વનું છે. વૈદિક યોગ અને મલ્લ યુદ્ધ એ બંને આપણને એ જ શીખવે છે કે શરીર અને મન એકાગ્ર થાય ત્યારે વ્યક્તિ માત્ર પોતાની જ નહીં, પરંતુ રાષ્ટ્રની રક્ષાના પાયામાં પણ મજબૂત દિશા આપે છે. સ્વામી દયાનંદ સરસ્વતી કહેતા”શારીરિક તથા આધ્યાત્મિક શક્તિથી સમૃદ્ધ વ્યક્તિ માત્ર પોતાને સુરક્ષિત નથી કરતો, તે રાષ્ટ્રના રક્ષણમાં પોતાનું યોગદાન આપે છે.” તેમના આ વિચારો આજે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. મલ્લ યુદ્ધ, કે જે એક શારીરિક કૌશલ્ય છે, તે આપણા યૌવનમાં ધૈર્ય, વલણ અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેનું સમર્પણ ઊંડું કરે છે. આજના યુગમાં, જ્યારે રાષ્ટ્ર અને રાષ્ટ્રવાસીઓ સામે અનેક પ્રકારની પડકારો છે, ત્યારે મલ્લ યુદ્ધ જેવી પ્રાચીન કલા આપણા માટે એક ઉપાય છે જે આપણને શારીરિક તેમજ માનસિક રીતે મજબૂત કરે છે. તે માત્ર વ્યાયામ નથી, તે જીવનની શિસ્ત છે. આ સાંસ્કૃતિક પરંપરા નવી પેઢીમાં જીવંત રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આવો, આપણે આ દ્વીશતાબ્દી સભામાં પ્રણ લઈએ કે સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનમૂલ્યોને અનુસરીને રાષ્ટ્ર રક્ષા માટે આપણા શરીર અને મનને મજબૂત કરશું. મલ્લ યુદ્ધ દ્વારા રાષ્ટ્ર માટે એ નમ્ર યોદ્ધાઓ બનીશું, જેની જરૂર પ્રત્યેક યુગમાં રહે છે. યોગ જીવનનો સાર છે, પ્રાકૃતિક આહાર જીવનનું અમૃત છે અને લોકમાતા વિશ્વામિત્રી તથા પર્યાવરણ સંતુલન ભારતીય સંસ્કૃતિ છે.
પૂ. ઓમ મુનિ, સ્વામી સર્વાનંદ, આચાર્ય સહદેવજી, આચાર્ય રાજ કિશોર, આચાર્ય દુષ્યંતજી એ ભાગ લેનાર યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે મલ્લ યુદ્ધના મંચ પરથી રાષ્ટ્રસેવા માટે પ્રેરણા લેવાનું આહવાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર રક્ષા સભા, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના સહયોગથી આ રાષ્ટ્રીય એકતા નું પ્રેરણાત્મક કાર્ય સંપન્ન થયું.