Connect with us

National

ચંદ્રયાન-3 ના લોન્ચ બાદ સફળતા પૂર્વક ઉતરાણ થાય તે માટે અમેરિકામાં પ્રાર્થના કરતા સ્વામિનારાયણ ગાદીના સ્વામીજી મહારાજ તથા સંતો – ભક્તો

Published

on

Swaminarayan Gadi's Swamiji Maharaj and Saints - Devotees praying for successful landing of Chandrayaan-3 in America after launch

ભારતના અવકાશ સંશોધન પ્રયાસોનું પ્રખર સમર્થક અને અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ જે નોંધપાત્ર પ્રગતિ કરી છે.

Swaminarayan Gadi's Swamiji Maharaj and Saints - Devotees praying for successful landing of Chandrayaan-3 in America after launch

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ નોંધપાત્ર ચોકસાઈ સાથે જટિલ મિશન ચલાવવાની તેની ક્ષમતાનું સતત પ્રદર્શન કર્યું છે. દૂરંદેશી અભિગમે સમગ્ર દેશમાં અસંખ્ય વ્યક્તિઓને પ્રેરણા આપી છે અને અવકાશ સંશોધનમાં વૈશ્વિક નેતા તરીકે ભારતનો દરજ્જો વધાર્યો છે. આ સિદ્ધિથી ભારત અને વિદેશમાં રહેતાતમામ ભારતીયોને ખૂબ જ ગર્વ અનુભવ્યો છે.

Advertisement

Swaminarayan Gadi's Swamiji Maharaj and Saints - Devotees praying for successful landing of Chandrayaan-3 in America after launch

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ૧૪ જુલાઈએ બપોરે ૨:૩૫ વાગ્યો ચંદ્રયાન 3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. ચંદ્રયાન-3 મિશન અંતર્ગત તેના રોબોટિક સાધનો ૨૪ અથવા ૨૫ ઓગસ્ટના રોજ ચંદ્રના ભાગ પર ઉતરશે જ્યાં અત્યાર સુધી કોઈપણ દેશનું મિશન પહોંચ્યું નથી. આ કારણે સમગ્ર વિશ્વની નજર ભારતના આ મિશન પર છે. ચંદ્રયાન 3 જીએસએલવી એમકે 3 રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે.

Swaminarayan Gadi's Swamiji Maharaj and Saints - Devotees praying for successful landing of Chandrayaan-3 in America after launch

ચંદ્રયાન-3ના મહત્વની વિશેષતા એ છે કે, નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારશે, ચંદ્રયાન-3ના કારણે દક્ષિણ ધ્રુવ વિશેનો ડેટા પ્રાપ્ત થશે. અંતરિક્ષ રેસમાં ભારતના જોખમને મજબૂત કરશે. ચંદ્રયાન-3 માનવ જિજ્ઞાસાનું પ્રતિક બનશે. ભારત ચંદ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો ચોથો દેશ હશે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો દેશ બનશે. ચંદ્રયાન-3ની ખાસિયત એ છે કે, તેની લંબાઈ ૪૩.૫ એમ હશે. ચંદ્રયાન-3નું વજન ૬.૪લાખ KG હશે. ચંદ્રયાન-3 ૪૧ દિવસમાં ચંદ્ર પર પહોંચશે.

Advertisement

Swaminarayan Gadi's Swamiji Maharaj and Saints - Devotees praying for successful landing of Chandrayaan-3 in America after launch

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન એ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કલ્યાણ માટેનું વિશ્વવ્યાપી કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના તત્વજ્ઞાન, ઈતિહાસ અને પ્રવૃતિઓ અને સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ઉપદેશોની જાળવણી માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ સંતમંડળ સહિત દેશ વિદેશમાં અવિરત સત્સંગ વિચરણ કરે છે. પ્રસ્થાન થયેલા ચંદ્રયાન – ૩ નું સફળતા પૂર્વક ઉતરાણ થાય તદર્થે ટેનેશી – અમેરિકામાં પ્રાર્થના કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો હરિભક્તોએ સાથે મળીને કરી હતી. આ મિશન શોધ અને સંશોધનના નવા યુગની શરૂઆત કરે અને તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે તેવી શુભેચ્છા સહ હ્રદયપૂર્વક સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

યોગાનુયોગ અમેરિકામાં સનસાઈન સ્ટેટ – ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી આદિ સંતો પૂજનીય સંતો પધાર્યા હતા.

Advertisement
error: Content is protected !!