Connect with us

Gujarat

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરનો ૪૮ મો પાટોત્સવની દબદબાભેર ઉજવણી ……

Published

on

Swaminarayan Mandir, Waghjipur managed by Swaminarayan Gadi Sansthan celebrated the 48th Patotsav in grand style...
  • કર્નલશ્રી, કલેકટરશ્રી, મેજરશ્રી, મામલતદારશ્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા…
  • વ્યસનોથી મુકત મનુષ્યના જીવનમાં સુખ, શોભા, સમૃદ્ધિ હંમેશા પ્રસરતી રહે છે…

પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે. સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાએ અનંત જીવોના કલ્યાણ કરવા તેમજ અહીં વસતા તે તે મુમુક્ષુ જીવો પર અપાર કરુણા કરી વાઘજીપુર મુકામે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિરની ૪૮ વર્ષ પૂર્વે નિર્માણ કરી અને એમાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી અને સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

Swaminarayan Mandir, Waghjipur managed by Swaminarayan Gadi Sansthan celebrated the 48th Patotsav in grand style...

પંચમહાલ, દાહોદ અને મહીસાગરના બસ્સો કરતાં પણ વધારે ગામોમાં મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આશ્રિતો પ્રભુ ભજન કરી અને ભગવાનને રીઝવવા ભક્તિ કરી રહ્યા છે. જ્યારે પાટોત્સવ દિન આવે ત્યારે ભક્તોનું ઘોડાપૂર શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનાં સમીપ દર્શન માટે ઉત્સુકતાથી ઉમટે છે.

Swaminarayan Mandir, Waghjipur managed by Swaminarayan Gadi Sansthan celebrated the 48th Patotsav in grand style...

આ શુભ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૪૮ મો પાટોત્સવ વિધિ, ષોડશોપચારથી પૂજન, અર્ચન તથા અન્નકૂટ ધરાવી આરતી પણ ઉતારી હતી. આ દિવ્ય પાવનકારી અવસરે હરિભક્તોએ સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો તથા પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ સભર અનેક ધાર્મિક કાર્યક્રમોનો અણમોલો લ્હાવો લીધો હતો.

Advertisement

Swaminarayan Mandir, Waghjipur managed by Swaminarayan Gadi Sansthan celebrated the 48th Patotsav in grand style...

આ પાવનકારી અવસરે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, આપણે આધ્યાત્મિક વિદ્યા ભણવી છે અને તે વિદ્યા ભણવા માટે સ્વામિનારાયણ મંદિર મહાવિદ્યાલય છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરા આપણા પ્રોફેસર અને પ્રિન્સિપાલ છે. માટે એ જે કહે તેમ કરીએ એટલે વર્તનમાં મૂકીએ તો પાત્ર થવાય. ભગવાન અને તેમના સંકલ્પ સ્વરૂપો માયામાં ફસાયેલા અનંત જીવોને છોડાવવા માટે પ્રગટ્યા છે.

Swaminarayan Mandir, Waghjipur managed by Swaminarayan Gadi Sansthan celebrated the 48th Patotsav in grand style...

જે કોઈ મુમુક્ષુ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના જે દર્શન કરશે, મંદિરનાં પગથિયાં ચડશે, દંડવત કરશે તેનું પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આને આ જન્મે આત્યંતિક કલ્યાણ કરશે. શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુરના નિર્માણનો આશય પણ એ છે કે કેમે કરીને પણ જીવ ભગવાનને શરણે આવે અને તેનો મોક્ષ કરવો, કરવો ને કરવો જ. આ પ્રસંગે જીલ્લા કલેકટર આશીષકુમાર ગોધરા પધાર્યા હતા.

Advertisement

Swaminarayan Mandir, Waghjipur managed by Swaminarayan Gadi Sansthan celebrated the 48th Patotsav in grand style...

તેઓશ્રી એ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા જે કાર્યક્રમો થઈ રહ્યા છે જે સમાજ માટે પ્રેરણાદાયક છે. સંસ્થાન દ્વારા શિક્ષણમાં મોટું યોગદાન છે. વ્યસનોથી મુકત મનુષ્યના જીવનમાં સુખ, શોભા, સમૃદ્ધિ હંમેશા પ્રસરતી રહે છે.

શ્રી બી. એસ. ગરેવાલ આર્મી એડમીનીસ્ટ્રેટીવ ઓફિસર , સુબેદાર મેજર શ્રી લક્ષ્મણસિંહ પણ કાર્યક્રમમાં પધાર્યા હતા. આ દિવ્ય પાવનકારી અવસરનો લ્હાવો દેશો દેશનાં હરિભક્તોએ દબદબાભેર લીધો હતો.

Advertisement
error: Content is protected !!