Ahmedabad

સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન, યુકેમાં જિતેન્દ્રિયપ્રિયદાસજીની અધ્યક્ષતામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

Published

on

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેંડલી મંદિર તથા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે ભાઈની રક્ષા માટે બહેનો દ્વારા ઉજવાતો ઉત્સવ.આપણા હિન્દુ સનાતન શાસ્ત્રોમાં વર્ણન છે કે, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને વશ કર્યા હતા. ત્યારે તેમને મુક્ત કરવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવ્યા હતા અને પછી વચન માંગીને ભગવાનને છોડાવ્યા હતા. ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન અંગેની કથામાં વર્ણન આવે છે કે, એક વખત દેવ અને દાનવોનો બાર વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો. એમાં દાનવોએ ઈન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા, પરંતુ ઈન્દ્ર સહિત તમામ દેવો ફરીથી દાનવો સાથે યુદ્ધ કરવા તત્પર થયા. તે સમયે ઈન્દ્રાણીએ પોતાના પતિ ઈન્દ્રને રક્ષાબંધન પર્વનો મહિમા સમજાવી રક્ષા બાંધી હતી. જેના પ્રતાપથી તેઓ દાનવોને પરાજિત કરી ફરીથી શ્રેષ્ઠ દેવ બની ગયા.

સર્વોપરી, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ અનેક રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી તેની સ્મૃતિ રુપે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. સર્વોપરી, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનને તેમના પ્રેમી ભક્તો રક્ષાબંધનના સુઅવસરે રાખડી બાંધતા હતા. જેમાં કરસજીસણ ગામના ગોવિંદભાઈ ૬૦ ગાઉ પગપાળા ચાલીને જતા અને રાખડી બાંધવાનો તેમને નિયમ હતો. રક્ષાબંધન પર્વ અંગે સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી અને અનેક સંતોએ કીર્તનોની પણ રચના કરી છે.

Advertisement

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં રક્ષાબંધનના પર્વે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આધ્યઆચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને રાખડીના શણગાર ધરાવવામાં આવે છે. અને ભગવાનના હસ્તમાં રાખડીઓ ધારણ કરાવવામાં આવે છે. અને સૌ સંતો, હરિભક્તો ભગવાનની સમીપે બેસીને પોતાના દોષોથી રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. *આવા પાવનકારી શુભ પ્રસંગે કિંગ્સબરી વિસ્તારના મહાનુભાવો Daniel Elkeles, CEO, London Ambulance Service, Rakesh Patel, CFO, London Ambulance Service, Simon Horn – Station Commander in Brent, London Fire Brigades, Dan Knowles, North West BCU Commander, Metropolitan Police,
Sergeant Matt Leight, Metropolitan Police (Brent), Inspector Yu Zhang, Metropolitan Police (Brent), Major General John Collyer, Director of Information and Chief Information Officer, British Army, Major Rudra Bahadur Khadka, British Army,
Warrant Officer Ashok Kumar Chauhan MBE, British Army, Sgt Shiv Chand, Royal Air Force,
Barry Gardiner MP for Brent, Rabbi Jeff Berger, Wembley Sepahrdi Synagogue વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ શુભ અવસરે પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ભગવાન બહુ દયાળુ છે તેથી આવા ભોગ વિલાસ યુક્ત દેશમાં પણ ભક્તોને વિનય વિવેક શીખવવા માટે અહી કિંગ્સબરી મંદિર, લંડન, યુકેમાં શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા છે. ભગવાનને આપણાં રક્ષક બનાવવા માટે ભગવાનના ખરા ભક્ત થવું પડે. જે ખરા ભક્ત હોય તે કુમાર્ગ થકી અતિશે ડરતો રહે ને અધર્મને વિશે કોઈ કાળે પ્રવર્તે જ નહીં. એવા ધર્મવાળા ભક્તની ભગવાન સદા કાળ રક્ષા કરે છે. આવા શુભ અવસરે આપણે પણ મંદિરમાં જઈને શ્રી ઘનશ્યામ મહારાજના અને સંતોના દર્શન કરીએ તો ભગવાન આપણને આલોક-પરલોકમાં સુખી રાખે, તથા આપણા દોષો નાશ પામે અને આપણામાં જીવનમાં ધર્મ,જ્ઞાાન, વૈરાગ્ય અને ભક્તિની અભિવૃદ્ધિ થાય તો જીવનમાં શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય. આવા દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ હર્ષોલ્લાસભેર લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version