Vadodara

વતન પ્રત્યેનું ઋણ અદા કરવા દોલતપુરા પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ કરાયું.

Published

on

ડેસર તાલુકાના દોલતપુરા ગામે આવેલ ઉચ્ચ પ્રાથમિક ગૃપ શાળામાં અભ્યાસ વિદ્યાર્થીઓને તથા આંગણવાડીના બાળકોને વિદેશમાં રહેતા ગામના નાગરિક નગીનભાઇ પટેલ અને નગીનભાઈ શેઠ દ્રારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. દોલતપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.1થી 8ના તમામ વિદ્યાર્થીઓને અને આંગણવાડીના ભૂલકાંઓને સ્વેટર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સાવલી- ડેસર તાલુકાના ધારાસભ્ય કેતનભાઈ, રાજુપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ, વકતાપુરાના સરપંચ,ગામના અગ્રણી નાગરિકો ,એસ.એમ.સી. દોલતપુરા હાજર રહ્યા હતા.જેમાં વિદેશમાં રહી પણ પોતાના વતનના ના ભૂલીને ગામની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું.સાથે સાથે દોલતપુરા ગ્રુપના તાબાની 7 જેટલી શાળા વકતાપુરા,જેસર, ઘેમલપુરા, બલેવિયા,લીમડાના મુવાડા, નારપુરી,રામપુરી ના બાળકોને પણ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

ત્યારે પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્યએ શાળાના બાળકોને શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપે અને શિક્ષણનું સ્તર ઊંચું લાવી ગામ, સમાજ અને તાલુકાનું નામ રોશન કરે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું.કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉ. શિ. ડૉ. મહેશભાઈ એ કર્યું હતું.કાર્યક્રમના અંતે શાળાના ગૃપાચાર્ય ઇમરાનખાન એ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Trending

Exit mobile version