Gujarat
મોહનથાળ ને લઇ રાજવી પરિવારે માનતા પૂર્ણ કરી, મંદિર નાં શિખરે ધજા અર્પણ કરી, મોહનથાળ લેવા ભક્તો ગાદી પર ટુટી પડ્યા,
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે ફરીથી મોહનથાળ ની સુવાસ પ્રશરાયી… ભટ્ટજી મહારાજ ની ગાદી પર થી વિતરણ શરૂ કરાયું છે. દાંતા નાં રાજવી પરિવાર દ્વારા મોહનથાળ ને લઇ માનતા પૂર્ણ કરવા અંબાજી મંદિર પહોચ્યા. માતાજી ના દર્શન કરી જગતજનની નાં ચરનો માં શીશ નમાવ્યું હતું ત્યાર બાદ રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ના શિખરે ધજા અર્પણ કરી માનતા પૂર્ણ કરી.
મોહનથાળ એક એવુ નામ જે છેલ્લા કેટલાય દિવસ થી વિવાદ માં હતું ભક્તો જે પ્રસાદ માટે આજ રોજ અંબાજી મંદિર માં ચાલુ કરી દેવામાં આવ્યો છે ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તો માં અંબાના ચાંચર ચોક માં ઢોલ નગારા સાથે નાચી ને આ પ્રસાદ ના આગમન ને જાણે એક ઉત્સવ ની જેમ ઉજવી રહ્યા છે તો બીજી મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે
માં જગદંબા ની ચરણો માં મોહનથાળ નો પ્રસાદ ધરવામાં આવ્યો ત્યારે અંબાજી મંદિર માં બોલ મારી અંબે જય જય અંબે ના જયઘોસ સાંભળવા મળ્યા હતા અને ભક્તો નાચતા કુદતા મોહનથાળ ચાલુ થાવા ના આ નિર્ણય ને વધારી મોહનથાળ ના પ્રસાદ નો સ્વાદ માનતા જોવા મળી રહ્યા હતા
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ દાંતા ના રાજપરિવાર દદ્વારા વાજતે ગાજતે મોહનથાળ ની પ્રસાદી ધરાવી ધજા રોહન કર્યું .માં અંબાના ચરણો માં મોહનથાળ ચડાવી આજ રાજવી પરિવારે માં અંબાના મંદિર ના શિખર પર ધજા રોહણ કર્યું હતું મોટી સંખ્યામાં ભક્તો એમાં જોડાયા હતા એન્ડ વાજેતે ગાજતે અને મંદિર ચાંચર ચોક માં ગરબા રમીને હરસોલ્લાસ થી માં અંબાના મોહનથાળ ને અંબાજી મંદિર માં પરત સ્થાન મળતા ખુશી વકયત કરી હતી તો દાંતા ના રાજવી પરિવાર ના મહારાજ પરમવીર સિંહ દ્વારા નરેન્દ્રભાઈ મોદી નો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી