Chhota Udepur
તલાટી કનેશ્વર રાઠોડે પોતાની કામગીરીથી મુવાડા, ઇટવાડા, પાનીમાં લોકપ્રિય થયા હતા

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
મુવાડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો
જેતપુરપાવી તાલુકાના મુવાડા, ઇટવાડા,પાની આમ ત્રણ ગ્રામ પંચાયતમા ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કનેશ્વર રાઠોડની પંચમહાલ જિલ્લામાં બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
કનેશ્વર રાઠોડે જ્યારથી મુવાડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.જેઓની કામગીરી ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ ગ્રામજનોએ બિરદાવી હતી. તલાટી કનેશ્વર રાઠોડે લોકોના સતત કામ કરતા હતા પોતાના સ્વભાવ ને કારણે મુવાડા, ઇટવાડા, પાની માં ખુબજ લોકપ્રિયતા મેળવી હતી કોઈ પણ માણસ તેમની પાસે કામ કરાવવા જાય એટલે તરત ઉભા ઉભા તેમનુ કામ કરી દેતા ત્યારે આવા લોક પ્રિય અધિકારીની બદલી થતા તેમને પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી.
આ અવસરે ભાવુક થઈ કનેશ્વર રાઠોડે સૌ ઉપસ્થિત ગ્રામ પંચાયતના સ્ટાફ તેમજ અગ્રણીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત મુવાડા ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ મહેશભાઈ બારીયા, મોટીખાંડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છત્રસિંહ રાઠવા, પાની જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સુમન ભાઈ, ઇટવાડા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ બારીયા, ગઢ જુથ ગ્રામ પંચાયતનાં સરપંચ મનસુખ ભાઈ રાઠવા, ગઢ ગ્રામ પંચાયતના તલાટી પરમાર મહેંન્દ્રસિંહ, કુંડલ ગ્રામ પંચાયતના તલાટી ધર્મેન્દ્રસિંહ, માજી ધારાસભ્ય વેચાતભાઈબારીયા, માજી તાલુકા સદસ્ય કાગુભાઈ, માજી સરપંચ, ઉપ સરપંચ, સદસ્યો,પંચાયતના કર્મચારી ગણ તથા મુવાડા,પાની, ઇટવાડાના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.