Gujarat

ગળતેશ્વરના માલવણમાં તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

Published

on

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા કક્ષાનો ૧૫મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસ નિમિત્તે માલવણ પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે માલવણ પ્રાથમિક શાળાની નાની બાળાઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું.૧૫મી ઓગષ્ટ એટલે સને ૧૯૪૭માં ૧૫મી ઓગસ્ટના દિવસે અંગ્રેજોની બસો વરસની ગુલામી વેઠ્યા પછી ભારત દેશ આઝાદ થયો.દેશને મળેલ આ મોંઘી સ્વતંત્રતાની ખુશીમાં પ્રતિ વર્ષે ૧૫મી ઓગસ્ટના દિવસને ભારતભરમાં એક રાષ્ટ્રીય તહેવાર તરીકે આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે.

દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો અને શહેરોમાં ધ્વજવંદનના કાર્યક્રમોનુંઆયોજન કરવામાં આવે છે.દેશભક્તિગીત, સંગીત અને મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવે છે. ભારતને આઝાદી મળી એ પહેલાં દેશને અંગ્રેજો સામે મોટી લડતમાંથી પસાર થવું પડ્યું હતું.આ લડતમાં ભગતસિંહ જેવા ઘણા દેશભક્તોએ બલિદાનો આપ્યાં હતાં.જલિયાંવાલા બાગની એક જાહેર સભામાં કરવામાં આવેલી નિર્દય ક્રૂર કતલમાં હજારો નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ચલાવામાં આવેલી આઝાદીની લાંબી લડતમાં છેવટે ગાંધીએ ઉગામેલ સત્યાગ્રહના અજોડ શસ્ત્ર સામે અંગ્રેજોને નમતુંજોખવું પડ્યું હતું અને હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવી પડી હતી. અંગ્રેજોએ જતાં જતાં ભાગલા કરો અને રાજ કરોની કુટિલ રાજનીતિ અપનાવીને દેશના બે ભાગ –ભારત અને પાકિસ્તાન કરતા ગયા. દેશના આ બટવારાથી જે અશાંતિનાં બીજ રોપાયાં એના માઠા ફળ દેશ આજે પણ ભોગવી રહ્યો છે.

Advertisement

દેશના સ્વાતંત્ર્ય દિવસે દેશની રાજધાની નવી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન લાલકિલ્લા પરથી તિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવે છે.લાલ કીલ્લાનું નામ આવે એટલે આઝાદ હિન્દ ફોજના લડવૈયા સુભાષ ચંદ્ર બોઝ અને એમનો “ચલો દિલ્હી”અને “જય હિંદ”નો સિંહ નાદ અને એમની શહાદતને કેમ ભૂલાય ?

દિલ્હીમાં દેશના સુરક્ષા દળોની પરેડ આજની ઉજવણી નું મુખ્ય આકર્ષણ હોય છે.આ પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાત વિગેરેનું નિદર્શન અને પ્રદર્શન કરવામાં આવે છે. આમ દેશમાં તેમ જ વિદેશોમાં પણ ભારતનો સ્વાંત્ર્ય દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને ઉજવાય છે. અમેરિકામાં પણ મોટા શહેરોમાં ભારતીયો વિવિધ કાર્યક્રમો યોજી આઝાદી મનાવે છે. ભારત એક સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત ધરાવતો દેશ છે.આ દેશમાં વિવિધ ધર્મ,ભાષા, જાતી, પોશાક અને જુદી રીત ભાતના લોકો વસે છે. પરંતુ આ દેખીતી વિવિધતા હોવા છતાં લોકો એકતાના તાંતણે બંધાયેલા છે.એકતાની આ ભાવનાને લીધે જ લોકો એક થઈને અંગ્રેજો સામે આઝાદીની લડત લડ્યા અને અંતે સ્વતંત્ર બન્યા.

Advertisement

 

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

Advertisement

ખેડા: ગળતેશ્વર

Advertisement

Trending

Exit mobile version