Chhota Udepur
કવાંટ તાલુકાના મોગરા ખાતે તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી.
પ્રતિનીધી,કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ તાલુકાના સાતપુડા ની પઠારને અડીને નર્મદા તટ વિસ્તારમાં ઉંચી ટેકરીઓ પર આવેલ મોગરા ખાતે કવાંટ તાલુકા કક્ષાનો સામાજિક રીતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને મોગરા, આંબાડુંગર, હાફેશ્વર, કડીપાણી,ખસરા,ખડલા,કરવી,કોટબી,પડવાણી, છોડવાણી,મોટીકઢાઈ,નાની કઢાઈ,નાની ઝડુલી,મોટીઝડુલી, ઉપરાંત નસવાડી તાલુકાના ઉંડાણ નાં ગામોમાં થી પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ડુંગરાળ વિસ્તારમાં સામાજિક રીતે પહેલીવાર યોજાયેલ તાલુકા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કાર્યક્રમ નું આદિવાસી પરંપરા મુજબ ખત્રી પૂર્વજો નું પુજન કરીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કવાંટ થી ઉપસ્થિત રહેલ શનીયાભાઇ રાઠવા, નારણભાઈ રાઠવા તથા છોટાઉદેપુર ખાતે થી ઉપસ્થિત રહેલ વાલસિંગભાઇ રાઠવા તેમજ નસવાડી નાં ભારતસિંહ ભીલ ઉપરાંત સ્થાનિક યુવા ઉદય ભીલ અને નવસિંગભાઇ ભીલ, ખડલા નાં ભૂતપૂર્વ સરપંચ ભુધરભાઈ ભીલ દ્વારા નવમી ઓગસ્ટ ઉજવણી પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપી ઉપસ્થિત લોકોને નવમી ઓગસ્ટ વિષે વિસ્તૃત જાણકારી આપવા માં આવી હતી. કાર્યક્રમ નું સફળ આયોજન માટે ડો.રાજુ ભીલ, કાનજીભાઈ ભીલ, કાંતિભાઈ રાઠવા, કેશુભાઇ રાઠવા,સમકયાભાઈ રાઠવા (ગામ પટેલ), ગુલસિગભાઇ ભીલ,વૈરાગભાઈ ભીલ, ધનજીભાઈ ભીલ,ભારખીયાભાઈ ભીલ સહિત નાં આગેવાનો એ મહત્વનું યોગદાન આપ્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઇ રાઠવા એ કર્યું હતું