Mahisagar
કોંગ્રેસ ના તાલુકા સદસ્ય ભાજપ માં જોડાયા બાદ 24 કલાક માં ઘર વાપસી

(સલમાન મોરાવાલા સંતરામપુર)
મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ ના તાલુકા સદસ્ય ભાજપ માં જોડાયા બાબત નો નાટ્યાત્મક વળાંક આવ્યો હતો લુણાવાડા ની કસલાલ તાલુકા પંચાયત સદસ્ય ભેમાભાઈ પગી ને દબાણ કરી ભાજપના સાસંદ bjp મા લઇ ગયા હોવાના આક્ષેપ સાથે ભાજપ માં જોડાયેલા તાલુકા ના સદસ્ય ની ચોવીસ કલાક માં ઘર વાપસી થતાં કોંગ્રેસ કાર્યકરો એ આવકાર્યા ભેમાભાઈ ભાજપ સામે ના ઝૂકતા કોંગ્રેસ પાર્ટી મા 24 કલાક માંજ પાછા ફર્યા હતા.
ભેમાભાઈ એ ભાજપ ઉપર દબાણપૂર્વક ભાજપ માં જોડ્યા હોવાના આક્ષેપ કરી ભાજપ ની નીતિ સામે નહીં ઝૂકતા પરત ફર્યા હોવાની કેફિયત રજૂ કરી પુન: કોંગ્રેસ માં પ્રવેસ મેળવ્યો હતો સવારનો ભૂલ્યો સાંજે ઘરે આવે તેમ તેમના આ પ્રવેસ ને જિલ્લા પ્રમુખ ,ધારાસભ્ય ગુલાબસિંહ,, તેમજ કોંગ્રેસ ના હોદ્દેદારો અને કાર્યકરો ની હાજરી મા કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો.