Gujarat

તાલુકા પંચાયત બોડેલી હસ્તક જર્જરીત મકાનને જમીન દોસ્ત કરી ખુલ્લી જગ્યા બોડેલી કોર્ટ બિલ્ડીંગને ફાળવવા માંગ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

બોડેલી મુકામે નવીન કોર્ટ બિલ્ડીંગ માટે જગ્યા ફાળવતા ત્યાં નવી કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ થયેલ છે જે હવે કાર્યરત થવા જઈ રહેલ છે જે સદર કોર્ટ બિલ્ડીંગની બાજુમાં આવેલ એક જર્જરીત મકાન જે તાલુકા પંચાયત બોડેલી હસ્તકનું મકાન છે. જે બિન ઉપયોગી ખંડેર હાલતમાં અને ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જાય તેવી હાલતમાં છે. બોડેલી મુકામે આવેલ નવીન કોર્ટ બિલ્ડીંગ છોટાઉદેપુર જિલ્લાના મોટા વેપારી મથકની તથા મોટી ભૌગોલિક વિસ્તાર વાળી વસ્તી ધરાવતાં વિસ્તારની મોટી કોર્ટ છે. જેમાં હાલ એક નામદાર એડી.સેસન્સ કોર્ટ, તથા એક સીનીયર સીવીલ જજ ની કોર્ટ તથા એક જે.એમ.એફ.સી. ની કોર્ટ કાર્યરત છે. નજીકના ભવિષ્યમાં ન્યાયથી વંચીત લોકો ન્યાય માંગવા માટે વધુમાં વધુ પ્રશ્નો લઈને આવે છે અને આવશે. ત્યારે નવીન કોર્ટ બિલ્ડીંગ માટે ફાળવવામાં આવેલ જગ્યા ભવિષ્યના કામ કાજને ધ્યાને લેતાં હાલની જગ્યા ઓછી પડે તેમ છે. તથા કોર્ટમાં આવનાર પક્ષકારો, નવીન મીડીયેશન સેન્ટરમાં આવતાં પક્ષકારો, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા અવાર-નવાર કરવામાં આવતાં કાનુની શિક્ષણ શિબિરમાં આવતાં લોકો આ નવીન કોર્ટ બિલ્ડીંગમાં આવતાં થશે.

Advertisement

તેવા સંજોગોમાં હાલની કોર્ટ બિલ્ડીંગ વાળી જગ્યા અપર્યાપ્ત જગ્યા છે જેથી સદર જગ્યા ની ફાળવણી થી કોર્ટ માં આવતા પક્ષકારો ને વધુ સગવળતા અને સુવીધાઓ મળે તેમ છે. જેથી સદર બોડેલી તાલુકા પંચાયત કચેરી હસ્તક નું જર્જરીત મકાન કોઈપણ મોટી દુર્ઘટના થાય કોઈ અપમૃત્યના કિસ્સા બને તે પહેલા આ બિલ્ડીંગને જમીન દોસ્ત કરી તે ખુલ્લી જગ્યા બોડેલી ન્યાય મંદિર કોર્ટ માટે ફાળવવા માટે ની માંગણી કરવામાં આવી છે ન્યાય મંદિર (કોર્ટ બિલ્ડીંગ) એ ઉચ્ચ ગરીમા ધરાવતી બિલ્ડીગ છે જેની શાન વધારવી એ આપણા સૌની પવિત્ર ફરજ છે. ન્યાય જેવી પવિત્ર જગ્યાની ગરીમા જળવાય તે જોવાની આપણાં સૌની ફરજ છે

બોડેલી વકીલ મંડળના પ્રમુખ/મંત્રી ના અધ્યક્ષ સ્થાને એક તાકીદની મીટીંગ બોલાવી સર્વાનુમતે આ માંગણી કરવાનો ઠરાવ થયેલ છે.ઉપરોકત અરજ ધ્યાને લઈ બોડેલી ન્યાય મંદિરના બાજુમાં આવેલ હાલ તાલુકા પંચાયત બોડેલીના હસ્તક જર્જરીત મકાનને જમીન દોસ્ત કરી તે ખુલ્લી જગ્યા બોડેલી કોર્ટ બિલ્ડીંગને ફાળવવા આદેશ કરવા વિનંતી કરી છે

Advertisement

Trending

Exit mobile version