Connect with us

Panchmahal

૨૬ જુલાઇ-૨૦૨૩ના રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

Published

on

taluka-swagat-grievance-redressal-program-at-godhra-taluka-seva-sadan-on-26-jul-2023
  • જાહેર જનતા તા.૧૨ જુલાઇ-૨૩ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી ગોધરા (ગ્રામ્ય) ખાતે અરજી કરી શકશે

ગોધરા (ગ્રામ્ય) તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, માનનીય મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬/૦૭/૨૦૨૩ ના રોજ સવારના ૧૧ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે. સંબધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી) સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૨/૦૭/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી ગોધરા (ગ્રામ્ય) માં મળે તે રીતે રજુ કરવાના રહેશે. અરજી ઉપર ” તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ “ ના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તા.૧૨/૦૭/૨૦૨૩ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

taluka-swagat-grievance-redressal-program-at-godhra-taluka-seva-sadan-on-26-jul-2023

આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.

(૧) લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(3)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય,કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ.
(૪ )આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ મામલતદારશ્રી ગોધરા (ગ્રામ્ય)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
error: Content is protected !!