National
Tamil Nadu Accident: તમિલનાડુમાં ભયાનક માર્ગ અકસ્માત, વાનમાં બેઠેલા સાત લોકોને લારીએ કચડી નાખ્યા.

તમિલનાડુમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં તિરુપથુરમાં, રસ્તાના કિનારે પાર્ક કરેલી એક વાનને પાછળથી એક લારીએ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનમાં સવાર સાતેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે પીડિત લોકો રોડ કિનારે એક વાનમાં બેઠા હતા. તેઓ જે વાનમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં કોઈ ખામી સર્જાઈ હતી અને તેઓ તેને સુધારવાની રાહ જોઈ રહ્યા હતા.