Connect with us

Chhota Udepur

ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના હસ્તે ટેન્કરોનું વિતરણ કરાયું

Published

on

જેતપુરપાવી ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા દ્વારા જેતપુરપાવી તાલુકાની ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીની

સુવિધા પૂરી પાડવા માટે ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

જેતપુરપાવી તાલુકા પંચાયતના પાણીબાર તેમજ બોરધા ગ્રામ પંચાયતમાં તાલુકા સદસ્ય ભરતભાઈ રાઠવાની તાલુકા કક્ષાની ૨૦% ગ્રાન્ટ વર્ષ ૨૦૨૧/૨૨ માંથી મંજૂર કરીને ટેન્કરોને વિતરણ કરવામાં આવ્યા હતા. ઉનાળામાં સર્જાતી પાણીની સમસ્યા તેમજ ગામના અન્ય પ્રસંગોમાં પાણી સરળતાથી લાવી શકાય એ હેતુથી આ ગ્રામ પંચાયતોને ટેન્કરોનું વિતરણ કર્યું હતું. ધારાસભ્યએ પાણીબાર તેમજ બોરધા ગ્રામ પંચાયતમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે લીલી ઝંડી આપી ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા, જેતપુરપાવી તાલુકા સદસ્ય ભરતભાઈ રાઠવા, સરપંચો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રતિનિધિ, કાજર બારીયા(અવધ એક્સપ્રેસ)

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!