Connect with us

Gujarat

તારક મેહતા ઉલ્ટા ચશ્માનો બકો (પાર્ટી) બન્યો સુદામા

Published

on

Tarak Mehta Ulta Chashma became the bako (party) of Sudama

રાબડા દાદરી ફળીયા સાંઈ મંદિર ખાતે ચાલી રહેલી યુવા કથાકાર કિશનભાઇ દવે ની ભાગવત કથા ને આજે ભાવ વિભોર વાતાવરણ મા વિરામ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે મુખ્ય યજમાન કમલેશભાઈ પટેલ ના નિવાસ્થાને ચાલી રહેલા ભાગવતજી ના દશાંશ યજ્ઞ ની પુર્ણાહુતી આચાર્ય માક્ષિત રાજ્યગુરૂ અને કેવલ દવે ના મંત્રોચાર સાથે કરવામાં આવી હતી. ઉપસ્થિત ભક્તો દ્રારા પોથી તેમજ વ્યાસ પૂજન થયું હતુ.આજે કથા માઁ કન્યા વિદાય ની કરુણ કથા નુ વર્ણન થયું હતુ જેમા વિશાળ સઁખ્યા માઁ ઉપસ્થિત શ્રોતા જનો સજળ નેત્રે ભાવ વિભોર બન્યા હતા. સુદામા ચરિત્ર ની કથા નુ પણ વર્ણન કરવામાં આવ્યું હતુ.જેમા સુદામા જી નુ પાત્ર તારક મેહતા સિરિયલ ના કલાકાર બકા પાર્ટી ઉર્ફે કે. કે. જોષી દ્રારા એનું તાદશ દ્રશ્ય અભિનય સાથે રજુ કરવામાં આવ્યું હતુ.જેને ઉપસ્થિત વિશાળ જન મેદની દ્રારા તાળીયો ના ગડગડાટ થી વધાવી લેવામાં આવ્યું હતુ.

Tarak Mehta Ulta Chashma became the bako (party) of Sudama

દરરોજ લગભગ 1200 થી 1500 ભાવિકો એ મહા પ્રસાદ નો લાભ લીધો હતો. સમસ્ત રાબડા સાંઈધામ પરિવાર દ્વારા દિવ્ય સેવા અપાઈ હતી.આભારવિધિ કથાકાર જતીનભાઈ દવે દ્રારા કરવામા આવી હતી. સાત દિવસ સુધી ચાલેલી આ દિવ્ય ભાગીરથી ગંગા માઁ કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ(ખેરગામ), ભાસ્કરભાઈ દવે(ખેરગામ), મનોજભાઈ શુક્લ(વાપી), મેહુલભાઈ જાની(ખેરગામ)સહીત અનેક સંતો મહંતો એ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.પંચલાઈ સાંઈ ધામ ના અધિસ્ઠાતા સતિષભાઈ પટેલ તેમજ મોટી સંખ્યા માઁ દક્ષિણ ગુજરાત ના ભૂદેવો એ પણ ઉપસ્થિત રહી રાબડા સાંઈ ધામ ના આ દિવ્ય સત્કર્મ ને બિરદાવ્યું હતુ.સાત દિવસ ની ભાગવત કથા નુ સમસ્ત પુણ્ય કિશનભાઇ દવે દ્રારા સ્વ. જીતુભાઇ પટેલ અને સમસ્ત પિતૃઓ ના ચરણો મા અર્પણ કરવામા આવ્યું હતુ.કથા ને સફળ બનાવવા માટે અંબુભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, વંશ પટેલ, યોગેશભાઈ પટેલ,……… દ્રારા ભારે જેહમત ઉઠાવી હતી.

Advertisement
error: Content is protected !!