Panchmahal
તાડફળી એટલે ગરમી માં રાહત આપતુ ફળ
( સુરેન્દ્ર શાહ દ્વારા અવધ એક્સપ્રેસ)
વૃક્ષોમાં સૌથી ઊંચું વૃક્ષ તાડ નું વૃક્ષ મોટેભાગે ગ્રામ્ય વિસ્તાર અને જંગલના વિસ્તારમાં આ વૃક્ષ જોવા મળે છે પ્રથમ દ્રષ્ટિએ આ વૃક્ષ કોઈ જ કામનું નથી તેવું શહેરીજનો માને છે કારણ કે આ વૃક્ષ છાયડો આપવા માટે સક્ષમ નથી પરંતુ તેના પર લાગતું ફળ જેને આપણે બધા તાડફલી તરીકે ઓળખીએ છીએ અસહ્ય ગરમીમાં આ ફળનો માવો (ગર્ભ) ઠંડક આપે છે ગરમીના દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના લોકો જાનના જોખમે તાડ પર ચડી તાડફલી ઉતારે છે અને હાઇવે પર કે ગ્રામ્ય વિસ્તારના રોડ પર બેસી તેનું વેચાણ કરે છે હાલોલ ખાતે બસ સ્ટેન્ડ પાસે આવેલા હજીરા ની બહાર સવારે તેનું બજાર ભરાય છે.
અને ગામડાના માણસો તેઓ દ્વારા ઉતારવામાં આવેલ તાડફલી ટોપલાઓમાં ભરીને હોલસેલ બજારમાં વેચાણ માટે આવે છે સામાન્ય રીતે એક તાડ ફળની કિંમત રૂપિયા પાંચમા હોલસેલ માં વેચાણ થાય છે તેના ખરીદારો વડોદરા સુરત ભરૂચ વગેરે મોટા શહેરોમાંથી આવે છે તેવો દ્વારા ખરીદ કરવામાં આવેલ તાડફલ્લી નાના વેપારીઓને વેચાણ કરે છે અને નાના વેપારીઓ બરફની શીલા પર મૂકીને એક તાડફલીની કિંમત 12 થી 15 લઈ તેનું વેચાણ કરે છે તાડફલી આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોવાનું ગ્રામ્ય વિસ્તારના લોકો જણાવે છે તાડફલીનું સેવન કરવાથી પેટની બળતરા છાતીની બળતરા બંધ કોષની ફરિયાદ હોય તો તેમાં પણ તાડફડી દવાનું કામ કરે છે શહેરીજનો મોટેભાગે તાડફલી નો જથ્થો ઘરે લઈ જઈ ફ્રીજમાં ઠંડુ કરી રાત્રિના ભોજન કર્યા બાદ પરિવાર સાથે બેસીને તાડફલી નો આનંદ માને છે તદ્દન નકામા લાગતા આ વૃક્ષની ડાલીઓમાં છેદ કરીને છેદ પાસે માટલું બાંધીને છેદમાં થી તાડનો રસ જર્યા કરે છે.
તે માટલામાં ભેગો થાય છે સવારે સૂરજના કિરણો આ રસ પર ન પડે તે પહેલા તેનો ઉપયોગ કરવામાં આવે તો તે શરીરના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું જણાવવામાં આવે છે સૂરજનું કિરણ ના પડે તે પહેલા આ રસનું નામ નીરો કહેવામાં આવે છે અને સૂર્યના કિરણો પડ્યા બાદ આ રસને તાડી ના નામથી ઓળખવામાં આવે છે તાડી નું સેવન કરવામાં આવે તો તે ખૂબ જ નસો ઉત્પન્ન કરે છે પરિણામે તાડી ના ઉપયોગ કરતા નીર નો ઉપયોગ આરોગ્ય વર્ધક નું કામ કરે છે જોકે ગરમીની સિઝનમાં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તાડફલી નીરો અને તાડ આવકનું સાધન ગણાય છે પ્રતિદિન 400 થી 500 રૂપિયાની ઉપરોક્ત વેચાણ થી આવક ઊભી કરે છે અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે
વર્ષો પહેલા ગામડાની મંડળીઑ દ્વારા નીરાનું કેન્દ્ર ઉભુ કરી મંડળી દ્વારા તેનું વેચાણ કરવામાં આવતું હતું સવારે નવ વાગ્યા સુધી નીરો તાડી નું રૂપ ધારણ કરતાં નીરા કેન્દ્ર બંધ થઈ જતું હતું.