Chhota Udepur

TDO એ SSC માં હિન્દી વિષય ની બાળકો સાથે બેસી પરીક્ષા આપી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

પાવી જેતપુર તાલુકાના ભેંસા વહી ગામે આવે એસ.એસ.સી પરીક્ષા ના કેન્દ્ર ઉપર પાવીજેતપુર તાલુકા વિકાસ અધિકારીએ ઉચ્ચતર પગાર ધોરણમાં જરૂર પડતી એવી હિન્દી વિષયની પરીક્ષા આપી હતી.
સામાન્ય રીતે વર્તમાન સમયમાં નોકરિયાત વર્ગને ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા માટે કોમ્પ્યુટરની સી સી સી પરીક્ષા તેમજ હિન્દી વિષય ની પરીક્ષા પાસ થયેલ હોવી જોઈએ જે અનુસંધાને પાવીજેતપુર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સોનીએ પૃથક ઉમેદવાર તરીકે ભેંસાવહી કેન્દ્ર ઉપર હિન્દી વિષયની પરીક્ષા આપી હતી. તાલુકા વિકાસ અધિકારી સોનીએ પરીક્ષા આપી વહીવટથી સંતોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

સાથે સાથે શિક્ષણ અંગે વધુ સજાગ બની શિક્ષણ મેળવવા ની વાત કરી હતી. આમ, પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી કેન્દ્ર ઉપર તાલુકા વિકાસ અધિકારી એસએસસીના વિદ્યાર્થી બની હિન્દી વિષયની પૃથક ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી.

Advertisement

Trending

Exit mobile version