Panchmahal
18 એપ્રિલ સવારે 10:00 કલાકે ગોધરા આકાશવાણી ઉપર શિક્ષક રાજેશ પટેલનો ઇન્ટરવ્યુ પ્રસારિત થશે
ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામમાં નિષ્ઠાવાન શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર પટેલને સમાજ સેવા પરમો ધર્મને ધ્યાનમાં રાખીને અવિરત પણે સેવાકીય સંસ્થાઓના સંપર્કમાં રહીને તાલુકાના ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારોને મદદ કરવાની પ્રેરણા આપી સમગ્ર તાલુકામાં આ વિરત પણે સેવાઓની કામગીરી બજાવતા હતા અને હાલમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખતા તેઓની આ કામગીરીને ધ્યાનમાં રાખીને ગોધરા આકાશવાણી કેન્દ્ર દ્વારા તેઓના સમાજ સેવા પરમો ધર્મ પર ઉચ્ચતર વિચારોની ડબિંગ કરવામાં આવ્યું છે જેનું પ્રસારણ તારીખ18 એપ્રિલ 2023 ના રોજ એફએમ રેડીયો પર ગોધરા આકાશવાણી દ્વારા પ્રસારિત કરવામાં આવશે જેમાં જુના પુસ્તકો લઈ વિદ્યાર્થીઓને અર્પણ કરવાની કામગીરીથી પર્યાવરણને નુકસાન થતું અટકે છે વૃક્ષોનું નિકંદન થતું અટકે છે.
આ ઉપરાંત તેઓ દ્વારા વિકલાંગ બાળકો કે વ્યક્તિઓને બાયસિકલ અર્પણ કરવી ગામડાની સ્કૂલો માટે બાલ લોકોને સ્વચ્છ પાણી પીવા મળે તે માટે આરો સિસ્ટમ ગોઠવણી કરવી કોરાણા કાલ દરમિયાન ગરીબોને રોજી રોટી છીનવાતા અનાજની કીટોનું વિતરણ કરવું આવા સમાજના સેવાકીય કાર્યોમાં સતત પ્રવૃત્તિ રહેતા રાજેશભાઈ ને આકાશવાણી દ્વારા અન્ય શિક્ષકો આવી પ્રવૃત્તિમાં જોતરાય તે માટેના કાર્યક્રમ આપવા માટે પસંદગી કરવામાં આવતા દુધાપુરા ગામમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે રાજેશભાઈ પટેલ દ્વારા અનેક વિદ્યાર્થીઓ પોતાના લક્ષને પ્રાપ્ત કરવામાં સફળ થયા છે આ પ્રવૃત્તિથી તેઓની છબીને ચાર ચાંદ લાગી ગયા નું લોકો દ્વારા જણાવવામાં આવે છે
ઇન્ટરવ્યુ સાંભળવા આ લિન્ક ઉપર ક્લિક કરવી
* Listen to AIR Godhara Radio live on Prasar Bharati’s NewsOnAir App. Download the App from https://play.google.com/store/apps/details?id=com.parsarbharti.airnews.