Chhota Udepur
જેતપુરપાવી તાલુકાની આંબાખુટ પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
૫ સપ્ટેમ્બરનો દિવસ કોઈપણ પરિચય પર નિર્ભર નથી. દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જ વ્યક્તિને જીવનમાં સફળતાના શિખરે લઈ જાય છે. શિક્ષકના આશીર્વાદથી જ આપણે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધીએ છીએ. ત્યારે આજરોજ ૫ સપ્ટેમ્બરે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે જેતપુરપાવી તાલુકાની આંબાખુટ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
શિક્ષક દિન નિમિત્તે આંબાખૂટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને શૈક્ષણિક કાર્યમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી ભાવિ શિક્ષક બનવાનું ધ્યેય પૂર્ણ કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે પ્રિન્સિપાલથી લઈને વિવિધ વિષયોના શિક્ષક બનીને શાળાનું સમગ્ર સંચાલન સંભાળ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને ઘણું નવું શિખવા મળ્યું હતું અને ઉત્સાહથી શિક્ષક દિવસ ઉજવ્યો હતો.