Connect with us

Gujarat

મોટીસઢલી મોડલ ડે સ્કુલમાં શિક્ષક દિનની ઉજવણી

Published

on

Teacher's Day Celebration at Motisadhli Model Day School

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

શિક્ષક દિન દર વર્ષે ૫મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ૧૬૬૨ માં થઈ હતી. આ દિવસે ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ પણ છે.

Advertisement

ભારતમાં શિક્ષક-શિક્ષકની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આપણા માતા-પિતા આપણા પ્રથમ શિક્ષક છે. કારણ કે તેણે આપણને આ રંગીન અને સુંદર દુનિયા બતાવી છે. તેની જગ્યા કોઈ લઈ શકતું નથી. પરંતુ આપણને જીવન જીવવાની સાચી રીત આપણા શિક્ષક પાસેથી મળે છે અને તેમના માર્ગદર્શન હેઠળ આપણને સફળતા મળે છે.

Teacher's Day Celebration at Motisadhli Model Day School

આ કારણોસર તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે મોડેલ ડે સ્કુલ ખાતે ઉજવવામાં આવ્યો હતો.શાળા માં શિક્ષક દિવસની શુભ શરૂઆત પ્રાર્થના કરીને કરવામાં આવી હતી.આજ રોજ નવા શિક્ષકો દ્વારા પ્રાથના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ શાળાના શિક્ષ કોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ સમયસર વર્ગમાં જયને શિક્ષણ કાર્ય તેમજ વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવી હતી.

Advertisement

શાળામાં નવા શિક્ષકો દ્વારા હાજરી પત્રક માં હાજરી ભરીને શિક્ષણ કાર્ય ની શરૂઆત કરી હતી.સાંજના સમયે વિધાર્થીઓને. વિવિધ રમતો રમાડી ત્યાર બાદ નવા શિક્ષકો પોતાના આખા દિવસનો પોતાનો અનુભવ રજૂ કર્યો હતો.

આજના સમયમાં આપણે શિક્ષકોનું સન્માન કરવું જોઈએ, તેમના પ્રયત્નો અને તેમના યોગદાનની કદર કરવી જોઈએ. આપણે શિક્ષકોને યોગ્ય માન આપવું જોઈએ અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવું જોઈએ.

Advertisement
error: Content is protected !!