Vadodara
શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પાંચમી સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મદિવસ નિમિત્તે શિક્ષણ દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે ભારત રત્ન સર્વપલ્લી રાધાકૃષ્ણન તેઓ શિક્ષક અધ્યાપક તેમજ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા તેમના જન્મદિવસે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે
એના ભાગરૂપે શ્રી આદિવાસી માધ્યમિક શાળા ડુંગરવાટ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિક્ષક બનવામાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા કૌશલ્ય દ્વારા ખૂબ જ સારો દેખાવ કર્યો હતો શાળાના આચાર્ય પ્રવિણકુમાર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકના મહત્વ વિશેની જાણકારી આપવામાં આવી હતી. આમ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ શિક્ષક દિનની ઉજવણી કરી હતી