Chhota Udepur
સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હી ની ટીમ છોટાઉદેપુર જિલ્લા ની મુલાકાતે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને સમુદાય માંથી નાબૂદ કરવા માટે દેશના વડાપ્રધાન દ્વારા દેશ વ્યાપી શરૂ કરવામાં આવેલ ઝૂંબેશ ને વેગવંતી બનાવવા માટે સમુદાય માં રહેલ ટીબી રોગના દર્દીઓ ને વહેલી તકે શોધી કાઢી ઝડપથી સારવાર પર મૂકી રોગમુક્ત કરી સમુદાય માંથી ટીબી રોગને દેશવટો આપવા માટે નાં દેશના માનનીય વડાપ્રધાન નાં આહવાન ને સાકાર કરવા માટે સરકારી આરોગ્ય સેવાઓ ઉપરાંત પ્રાઈવેટ સેક્ટર ની પણ આ કાર્યમાં ભાગીદારી રહે તે માટે ભારત સરકાર આરોગ્ય મંત્રાલય હેઠળ ની સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હી ની ટીમ જિલ્લા ની ખાનગી હોસ્પિટલો ની મુલાકાત લીધી હતી અને સમુદાય માંથી વહેલી તકે ટીબી રોગના શંકાસ્પદ શોધવા માટે મદદરૂપ થવા નાં હેતુસર જરુરી ચર્ચાઓ કરવામાં આવી હતી અને ટીબી રોગના દર્દીઓ શોધવામાં પડતી મુશ્કેલીઓ અને તેના ઉપાયો માટે વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી.
ડબલ્યુ એચ ઓ કલ્સનટંટ ડો.જયદીપ ઓઝા સાથે ની સેન્ટ્રલ ટીબી ડિવિઝન દિલ્હી ની ટીમ એ છોટાઉદેપુર ખાતે ની શારદા મેડિકલ સેન્ટર ખાતે ડો. અર્પિતા રાઠવા તથા ડો. રાજેન્દ્ર શર્મા સાથે તથા બોડેલી ખાતે ની સર્વોદય હોસ્પિટલ ડો.સંકેત રાઠવા સાથે નેશનલ ટીબી નિર્મુલન કાર્યક્રમ વિશે વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી, મુલાકાત દરમ્યાન જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા, જિલ્લા પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ તથા જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગ ના અધિકારી -કર્મચારીઓ સાથે રહ્યા હતા.