Chhota Udepur
છોટાઉદેપુર પાલિકા પૂર્વ ઉપ પ્રમુખ અને સભ્ય દ્વારા ચીફ ઓફિસર સામે પ્રાદેશિક કમિશનર કોર્ટમાં કરેલી અપીલ બાબતે ચીફ ઓફિસરને કમિશ્નરનું તેંડુ
પ્રતિનિધિ, કાજર બારીયા
છોટાઉદેપુર નગરપાલિકામાં પૂર્વ ચીફ ઓફિસર દ્વારા કરવામાં રસ્તા તેમજ સફાઈની બાબતોના કોન્ટ્રાકટ બાબતે ગેરરીતિ આચરવામાં આવી હોય જેથી પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને સભ્ય દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધ ગુજરાત અધિનિયમ ૧૯૬૩ની કલમ ૨૫૮(૧) હેઠળ પ્રાદેશિક કમિશનરની કચેરીમાં તા ૩/૫/૨૩ના રોજ અપીલ કરી છે. જેની સુનાવણી તા ૨૩/૫/૨૩ના રોજ હોય તેથી ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશનર કચેરીનું તેંડુ આવ્યું છે. જ્યારે આ અંગે શુ નિર્ણય આવે છે. તેની પ્રજાને જાણવાની ભારે ઉત્સુકતા છે. અને કાગડોળે રાહ જોવાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકામાં હંમેશા રાજકીય વાતાવરણ વિવાદ સ્પદ રહે છે. અવનવા કૌભાંડો અને ભ્રષ્ટચાર તથા પોલો બહાર આવતી રહે છે. અને હંમેશા વિવાદમાં રહી છે ત્યારે એક નવું કૌભાંડ બહાર આવવાની તૈયારીમાં છે તેમ લાગી રહ્યું છે. નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ ઝાકિરભાઈ દડી અને સભ્ય મહેન્દ્રસિંહ અંબાલિયા દ્વારા પૂર્વ પાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ ગુજરાત અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૫૮(૧) હેઠળ અપીલ અરજી કરી છે. જેમાં છોટાઉદેપુર નગરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે વોર્ડ ૧ થી ૭ માં રસ્તા તેમજ ગટરોની સફાઇ માટે જે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેમ ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવેલ હોય તેમજ નગરપાલિકામાં આ બાબતે કોઈ ઠરાવ થયેલ ન હોવા છતાં નગરપાલિકાએ તે સમયના પ્રમુખ અને ચીફ ઓફિસરે તા ૯/૧૨/૨૦૨૧ ની સભામાં ઠરાવ નંબર ૭૩ તેમજ તા ૨૯/૭/૨૨ની સભામાં ઠરાવ નંબર ૩૭ ની ૧૪માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવાના કામે વોર્ડ નં ૧ થી ૭ માં સફાઈ કામગીરી કરવા અંગે ઠરાવો પાછળથી લખી નાખીને આ અંગે ખર્ચ કરી ને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય જેથી થયેલ ઠરાવો વિરુદ્ધ જાહેર હિતમાં પ્રાદેશિક કમિશનરની કચેરીમાં અપીલ કરી છે. જેની સુનાવણી તા ૨૩/૫/૨૩ના હોય જેથી પ્રાદેશિક કમિશ્નર કચેરી ખાતે હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે અને ઘણામાં ફફડાટ પણ ફેલાયો છે.