Uncategorized

થર્મલ વિસ્તારમાં દીપડાનો આતંક, પશુનું મારણ કર્યું માનવજાતિ સામે ખતરો

Published

on

(પ્રતિનિધિ રીજવાન દરિયાઈ ખેડા ગળતેશ્વર)

ગળતેશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનની આસપાસના વિસ્તારમા છેલ્લા 3 દિવસથી સતત અલગ અલગ જગ્યાએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે.

Advertisement

ગત સોમવારનાં રોજ રાત્રીના સમયે કૂણી સિમ વિસ્તારની કોતરમાં દીપડાએ દેખા દીધી હતી જેના બે દિવસ બાદ બુધવાર રાત્રે સાંગોલ- સોનીપુર કેનાલ પર દીપડો લટાર મારતો નજરે ચઢ્યો હતો જે બાદ ગુરુવાર રાત્રી દરમ્યાન ટેકરાના મુવાડા ગામના સિમ વિસ્તારમા એક પશુ પર હુમલો કરી તેનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે.ત્યારબાદ શુક્રવાર સવારે 6:30 વાગ્યાના સમયે થર્મલ પાવર સ્ટેશનના વિસ્તારમા લટાર મારતો cctv મા કેદ થયો હતો. ત્યારે ટેકરાના મુવાડામા પશુનું મારણ કરી દીપડો પાછો થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમા આવી ગયો હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે.

ગળતેશ્વર તાલુકાના થર્મલ વિસ્તારમા સતત દીપડાની દહેશત વધતી જાય છે. આ વિસ્તારમા અલગ અલગ જગ્યાએ દીપડો લટાર મારતો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દીપડાનું ગ્રામ્ય વિસ્તાર તરફ લટાર મારવું ખરેખર ચિંતાજનક બન્યું છે. દીપડાના એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત આંટાફેરાથી લોકોમા ભયનો માહોલ ફેલાયો છે.

Advertisement

છેલ્લા 6 દિવસમા દીપડો અલગ-અલગ જગ્યાએ હોવાના સીધી અને આડકતરા પુરાવા મળી રહ્યા છે. જેના કારણે વનવિભાગની કસરત વધી ગઈ છે. વન વિભાગ દ્વારા બે જગ્યાએ પાંજરા મૂકી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા 6 દિવસથી દીપડાની શોધખોળ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી. ત્યારે આ દહેશત ક્યારે પાંજરે પુરાશે તે ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે.

 

Advertisement

Trending

Exit mobile version