Panchmahal
હાલોલ માં વ્યાજખોરો નો આતંક 5 ના 35 હજાર ચુકવ્યા છતાં લેણું બાકી
(સુરેન્દ્ર શાહ દ્વારા)
વ્યાજખોરોનો ત્રાસ અને દાદાગીરી હાલોલ માં પણ બેફામ રીતે ચાલે છે હાલોલ ના ફજલ ફિરોજભાઈ ઘાંચીએ રૂપિયાની જરૂર હોવાથી ટેકરી ફળિયા ખાતે રહેતા અને કપડા સીવવાનો ધંધો કરતા ફરહાન પાસેથી રૂપિયા 5000 હાથ ઉછીના લીધા હતા જેની પેનલ્ટી રૂપે પ્રતિદિન 150 રૂપિયા આપવાની શરતે પૈસા લીધા હતા શરત પ્રમાણે ફિરોજભાઈ 5 માસ સુધી પ્રતિદિન 150 રૂપિયા ચૂકવ્યા હતા ઇદના આગળના દિવસે ફરહાન ફજલભાઈ પાસે ગયા અને બાકીના 20,000 તાત્કાલિક આપવાની વાત કરી જેમાંથી 15 હજાર રૂપિયા ઈદના દિવસે ચૂકવી દીધા બાકીના 5000 રૂપિયા માટે બે દિવસનો વાયદો કર્યો હતો પરંતુ ઈદ ના બીજા દિવસે ફરહાન તેના બાપા અને અન્ય 20 માણસો હથિયારોનું પ્રદર્શન કરી ફઝલ ભાઈના ઘરમાં રાત્રિના ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરી ગાળા ગાળી કરી ત્રણ વ્યક્તિઓને માર મારવામાં આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિને માથામાં ચપ્પુના ગામ મારતા તેમને ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે
આ અંગે હાલોલ પોલીસ મથકે ફરિયાદ આપતા હાલોલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વ્યાજનો ધંધો કરવાવાળા રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ કરવામાં આવેલા કડકમાં કડક કાયદાઓ હોવા છતાં પણ બેફામ રીતે ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજનો ધંધો કરતા હોય છે અને દાદાગીરી કરી અનેક ઘણા રૂપિયા ઓકાવી લે છે કાયદાનું ડર વ્યાજખોરોને નથી દારૂવાળાને નથી જુગારવાલાઓને નથી મતલબ કાયદાનો કોઈ ડર પોલીસ જમાવી શકતી નથી
અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ સમાજ માં શરિયત પ્રમાણે વ્યાજ આપવું કે વ્યાજ લેવું તે ગંભીર ગુનો છે પરંતુ આજના સ્માર્ટ બનેલા મુસ્લિમ સમાજ ના યુવાનો પેનલ્ટી ના નામે રૂપિયા ધીરધાર કરી પેનલ્ટી ના નામે વ્યાજ વસૂલ કરી રહ્યા છે પરંતુ આવા યુવાનોએ એ સમજવું જોઇયે કે નામ બદલવાથી ગુનો બદલાઈ નથી જતો