Connect with us

Kheda

ડાકોરના ઠાકોરની હરાજી દર્શનના ભાવ 500 માંથી 250 કર્યા “હિબકે ચડ્યા છે ઠાકોર !

Published

on

Thakor of Dakor's auction price of darshan was 250 out of 500 "Hibke chadya hai thakor !

(અવધ એક્સપ્રેસ દ્વારા)

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રણછોડરાયના મંદિરમાં vip દર્શન માટે દર્શનની અલગ વ્યવસ્થા ઊભી કરવા ના નામે 500 રૂપિયાનો ભાવ નક્કી કરાતા સરપંચો તેમજ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વીઆઈપી દર્શનના નામે ભક્તોની લાગણી તેમજ ભગવાનનું વેચાણ કરનાર મંદિર વહીવટ કરતા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો રાજા રણછોડ દર્શન કરવા આવનાર ના ભાવ અને ભક્તિ જોવે છે ત્યારે વહીવટ કરતાઓ ભક્તોના ભરેલા ખિસ્સા જુએ છે ભગવાને ક્યારેય અમીર ગરીબનો ભેદ સમજ્યો નથી.

Advertisement

Thakor of Dakor's auction price of darshan was 250 out of 500 "Hibke chadya hai thakor !

શ્રીકૃષ્ણએ મિત્ર સુદામાને પોતાની રાજગાદીએ બેસાડ્યો, ભક્ત નરસિંહ મહેતાએ લખેલી હૂંડી ભગવાને જાતે શામળીયા શેઠ બની સ્વીકારી ત્યારે ડાકોરના ઠાકોરની વહીવટ કર્તા ઓએ જાહેર હરાજી કરતા હોય તેમ અમીર ગરીબનો ભેદભાવ ઊભો કરી વીઆઈપી ને 500 રૂપિયામાં દર્શન કરાવવાનો નિર્ણય કર્યો જેનો વિરોધ સરપંચ સંગઠન, કરણી સેના તથા ક્ષત્રિય સેના દ્વારા કરવામાં આવ્યો છે. ડાકોરના ઠાકોરની એક ઝલક મેળવવા ભક્તો દૂરથી સેંકડો કિલોમીટર ચાલીને આવે છે. આટલી મુશ્કેલી વેઠી ડાકોર આવ્યા બાદ મંદિરના દ્વારે ભગવાનના દર્શન કરવા કઠણ તપસ્યા કરે અને AC કારમાં આવેલા વીઆઈપી 500 રૂપિયા આપી તાત્કાલિક દર્શન કરે તો આમાં રણછોડરાય ક્યાંથી રાજી રહે.

ડાકોરના ઠાકોરની હરાજી બોલાવનાર કમિટીનો આ નિર્ણય સાંભળી વ્યથિત થયેલા કવિ કૃષ્ણ દવે દ્વારા વહીવટ કરતા ઓની આંખ ખોલવા કવિતાની રચના કરી હતી. “હિબકે ચડ્યા છે ઠાકોર ! હાલ પરિસ્થિતિને અનુરૂપ એક એક કડીમાં કવિની વેદના ઠલવાઈ છે ડાકોર હોય કે અજમેર હિન્દુ હોય કે મુસ્લિમ મંદિર હોય કે દરગાહ, ચર્ચ હોય કે ગુરુદ્વારા ભગવાનની આમ અરાજી કોઈપણ ભક્ત ચલાવી લેશે નહીં ધર્મનું આવરણ ઓઢી ભક્તોની આસ્થા સાથે ચેંડા કરતાં આવા પૈસા ભૂખ્યા વહીવટ કર્તા સામે ભક્તો બળવો પોકારશે ભગવાન ભાવના ભૂખ્યા હોય છે પૈસાના નહીં

Advertisement

Thakor of Dakor's auction price of darshan was 250 out of 500 "Hibke chadya hai thakor !

શું કવિ કૃષ્ણદવે ……………………………………..

હિબકે ચડ્યા છે ઠાકોર !
હિબકે ચડ્યા છે ઠાકોર !
પાંચસોની નોટ લઇ દર્શનને વેચવાની કળા કરે છે કયો મોર ?
હિબકે ચડ્યા છે ઠાકોર !
હેતે હંકારીને ગાડે બેસાડી મને લાવ્યા’તા ભગત બોડાણા
નિરાંતે ગામને હું દર્શન દેતો’તો એમાં તમને કાં નાણાં દેખાણા ?
મનમાં બેઠો છે ચોર એટલે તો શ્રાવણના દિવસો પણ કોરા ધાકોર !
હિબકે ચડ્યા છે ઠાકોર !
દર્શન હું દઉં એ તો ખેલ છે તમારો ને ઉભો ઉભો હું બધું જોઉં છું
મારી ગરજે હું દીનદુખીયા નારાયણના દર્શન કરવાને ઉભો હોઉં છું
મનમાં તો થાય છે કે અત્યારે, અબઘડીએ તજી દઉં આવું ડાકોર !
હિબકે ચડ્યા છે ઠાકોર !

Advertisement
error: Content is protected !!