Panchmahal
યાત્રાધામ પાવાગઢ વિકાસના માર્ગે મોદી સરકાર અને માતાજી ભક્તો ઉપર મહેરબાન
સુરેન્દ્ર શાહ
યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની મહાકાલી ના સ્થાનકનુ નવનિર્માણ થયા બાદ યાત્રીકોની સંખ્યામાં ભારે વધારો થયો છે તદઉપરાંત માં કાળી ના શિખર પર આઝાદી બાદ સૌપ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ધ્વજારોહણ કર્યા બાદ હવે માઈભક્તો દ્વારા પણ અવાર નવાર ધ્વજારોહણ કરવામાં આવેછે જય માતાજી નારાઓ સાથે મંદિરના શિખર પર ધ્વજ લહેરાવવામાં આવે છે
અન્ય ભક્તોની સાથે ગતરોજ મંદિરના કર્મઠ કર્મચારીઓ દ્વારા ભક્તિભાવથી ઢોલ નગારા સાથે ધ્વજાજીને મસ્તક પર ધારણ કરી જય માતાજીના જય ઘોષ સાથે શોભાયાત્રા નું આયોજન કરી કર્મચારીઓ દ્વારા મંદિરના શિખર પર આસ્થા ને ભક્તિભાવથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું વર્ષોથી પુરાણા સ્થાનક માં બિરાજમાન માં કાલીના મંદિરને નવું સ્વરૂપ અને ઓપ આપવામાં મૂળ ગુજરાતના વતની અને હાલ ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપતા પ્રામાણિક, દ્રડ મનોબળ ધરાવતા સ્પષ્ટ વક્તા અને એક વખત નક્કી કર્યા બાદ પોતાના ધ્યેયને હાસલ કરવામાં પાછી પાની નહીં કરવામાં માનનારા નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્ન અને સંકલ્પને લઈને પાવાગઢ ડુંગર પર અશક્યને શક્ય બનાવીને કરોડો રુપિયાના ખર્ચે દાદા સોમનાથના મંદિરની કલાકૃતિ જેવુ મંદિર બનાવી માઈ ભક્તોને અર્પણ કરતા આજે પાવાગઢ ખાતે સામાન્ય દિવસો હોય શનિ રવિવારની રજા હોય કે કોઈ પણ તહેવાર હોય યાત્રાળુઓનું ઘોડાપૂર ઉમટી પડે છે
આ ઉપરાંત આસો અને ચૈત્રી નવરાત્રીમાં લખો ની સંખ્યા માં યાત્રાળુઓ માતાજી ના સ્થાનકે શીસ નમાવવા આવે છે આ બે નવરાત્રિમાં પગપાળા યાત્રાનું તથા સંઘ દ્વારા મોટી સંખ્યામાં યાત્રાળુઓ પાવાગઢ ખાતે પધારે છે પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલીના ભક્તોમાં મોટેભાગે આદિવાસીઓ અને ગરીબ લોકોનો સમાવેશ થાય છે
આદિવાસીઓ દ્વારા તેઓના દ્વારા પકવવામાં આવતો પાક બજારમાં વેચવા જાય તે પહેલા માતાજી ના ચરણો માં ધરી તેમની માનતા અને આસ્થા પૂરી કરે છે અને આ ઉપરાંત પાવાગઢ ના વિકાસ માટે જાગૃત અને સજાગ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં યાત્રા વિકાસ ફંડ માથી અંદાજે 300 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવ્યાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (દાદા) દ્વારા કરવામાં આવી છે તેને મંદિરના ટ્રસ્ટીઓ અને તાલુકાના નાગરિકો દ્વારા આવકાર વામાં આવીછે
- મંદિરના કર્મઠ કર્મચારીઓ દ્વારા ભક્તિભાવથી ઢોલ નગારા સાથે ધ્વજાજીને મસ્તક પર ધારણ કરી જય માતાજીના જય ઘોષ સાથે શોભાયાત્રા નું આયોજન
- પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલીના ભક્તોમાં મોટેભાગે આદિવાસીઓ અને ગરીબ લોકોનો સમાવેશ થાય છે આદિવાસીઓ દ્વારા તેઓના દ્વારા પકવવામાં આવતો પાક બજારમાં વેચવા જાય તે પહેલા માતાજી ના ચરણો માં ધરી તેમની માનતા અને આસ્થા પૂરી કરે છે
- વર્ષોથી પુરાણા સ્થાનક માં બિરાજમાન માં કાલીના મંદિરને નવું સ્વરૂપ અને ઓપ આપવામાં મૂળ ગુજરાતના વતની અને હાલ ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપતા પ્રામાણિક, દ્રડ મનોબળ ધરાવતા સ્પષ્ટ વક્તા અને એક વખત નક્કી કર્યા બાદ પોતાના ધ્યેય ને હાસલ કરવામાં પાછી પાની નહીં કરવામાં માનનારા નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્ન અને સંકલ્પને લઈને પાવાગઢ ડુંગર પર અશક્યને શક્ય બનાવીને કરોડો રુપિયા ના ખર્ચે દાદા સોમનાથના મંદિરની કલાકૃતિ જેવુ મંદિર બનાવી માઈ ભક્તોને અર્પણ કરવામાં આવ્યુ