Connect with us

Kheda

ઠાસરા : ચૂંટણીલક્ષી તાલીમ દરમ્યાન અવસાન પામેલ શિક્ષકના પરિવારને ૧૫ લાખનું વળતર ચૂકવાયું…

Published

on

  • જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સહાયની રકમનો ચેક શિક્ષકના પરિવારને અપાયો..

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ખેડા જિલ્લામાં સમાવિષ્ટ ઠાસરા વિધાનસભા મત વિભાગમાં યોજાયેલ પોલીંગ સ્ટાફની તાલીમ દરમ્યાન મૃત્યુ પામેલ શિક્ષકના પરિવારને ભારતીય ચૂંટણી પંચ દ્વારા રૂ. ૧૫ લાખની સહાય આપવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી- કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પીનાકીન મેકવાનના પિતાશ્રીને વળતર સહાય રકમનો ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મૃતકના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા સાથે પરિવારજનોને કોઇ પ્રકારની સહાય માટે નિ:સંકોચ સંપર્ક કરવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શિક્ષક પીનાકીન મેકવાનની ઠાસરા વિધાનસભા વિસ્તારમાં પોલીગ ઓફિસર-૧ તરીકે નિમણૂંક થયેલ હતી. જેઓ ગત તા. ૨૭ માર્ચ, ૨૦૨૪ના રોજ બપોરે રથી ૫ કલાક દરમ્યાન યોજાયેલ તાલીમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જો કે તાલીમ શરુ થાય તે પહેલા જ તેઓ ટ્રેનિંગ સેન્ટરના રુમમાં ઢળી પડયા હતા. હાજર સ્ટાફ દ્વારા સીપીઆર આપવાના પ્રયાસો કરવા સાથે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાના, ઠાસરા લઈ જવામાં આવ્યા હતા.જયાં હાજર તબીબી અધિકારી દ્વારા તપાસ કરીને તેઓને મૃત જાહેર કરાયા હતા. ચૂંટણીની ફરજ દરમ્યાન. અવસાન થતા ચૂંટણી અધિકારી- કલેકટર કચેરી દ્વારા મૃતકના વારસદારોને ઉચ્ચક વળતર માટે કરેલ દરખાસ્ત અન્વયે ચૂંટણી પંચ દ્વારા. મૃતક પોલીંગ ઓફિસરના કાયદેસરના વારસદાર એવા પિતા ભાઇલાલભાઈને ઉચ્ચક વળતર રૂ. ૧૫ લાખ મંજૂર કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!